નેહાસિંહ રાઠોડની મુશ્કેલીઓ વધી..PM પર ટિપ્પણી કરવા બદલ કાશીમાં કેસ દાખલ

લોક ગાયિકા નેહાસિંહ રાઠોડની મુશ્કેલીઓ વધી ગઈ છે. તેમના વીડિયોમાં વડાપ્રધાન માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવા બદલ લંકા પોલીસ સ્ટેશનમાં તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે.
શ્રી હનુમાન સેનાના પ્રમુખ સુધીર સિંહની ફરિયાદના આધારે પોલીસે મંગળવારે મોડી રાત્રે કેસ નોંધ્યો હતો. શ્રી હનુમાન સેનાના પ્રમુખ સુધીર સિંહે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે,, નેહા રાઠોડે વીડિયોમાં વડાપ્રધાન વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો છે. વિપક્ષી પક્ષોની મદદથી, પાકિસ્તાનમાં આ વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યો છે. આ ફક્ત વારાણસીના લોકોનું જ નહીં… પરંતુ સમગ્ર દેશનું અપમાન છે. પાકિસ્તાનમાં તેને વાયરલ કરવું એ દેશદ્રોહ છે. વીડિયોમાં અપશબ્દોથી દરેકની લાગણીઓ દુભાય છે. તે વીડિયોનો ઉપયોગ પાકિસ્તાનમાં મીમ્સ બનાવીને લોકોની મજાક ઉડાવવા માટે કરવામાં આવી રહ્યો છે.
સુધીર સિંહ મંગળવારે બપોરે ડઝનબંધ લોકો સાથે લંકા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જો કેસ નોંધવામાં નહીં આવે તો તેમણે આંદોલન કરવાની ચેતવણી પણ આપી હતી. મંગળવારે શ્રી હનુમાન સેનાના અધિકારીઓએ બિહારની લોકગીત ગાયિકા નેહાસિંહ રાઠોડ વિરુદ્ધ લંકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે.. નેહા રાઠોડે વીડિયોમાં વડાપ્રધાન માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો છે. કેસ દાખલ કરીને કાર્યવાહીની માંગ કરી હતી…
- Advertisement -
- Advertisement -