વિદેશ મંત્રી એસ જયશંકર હાલમાં પાંચ દિવસની ઓસ્ટ્રેલિયાની મુલાકાતે છે. તેમણે સોમવારે એટલે કે આજે બ્રિસ્બેનના રોમા સ્ટ્રીટ પાર્કલેન્ડ્સમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. ભારતના નવા કોન્સ્યુલેટ જનરલનું પણ ઉદ્ઘાટન કર્યું.
ગાંધીજીના આદર્શો સમગ્ર વિશ્વમાં ગુંજતા રહે છે.
જયશંકરે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે ગાંધીજીના આદર્શો સમગ્ર વિશ્વમાં ગુંજતા રહે છે. તેમણે X પર કહ્યું, ‘આજે સવારે બ્રિસ્બેનના રોમા સ્ટ્રીટ પાર્કલેન્ડ્સમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. તેમનો શાંતિ અને સંવાદિતાનો સંદેશ સમગ્ર વિશ્વમાં ગુંજી રહ્યો છે.

