ભારતની નાલેશીભરી હારનો સામનો કરવો પડ્યો છે. ભારતે બેંગ્લુરુ, પુણે અને અંતમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેચ ગુમાવી છે. શરુઆત નબળી રહ્યા બાદ રિષભ પંતે સ્થિતિ સંભાળી હતી. ભારત સામે 147 રનનો ટાર્ગેટ હતો અને પુરા ત્રણ દિવસ હતા.. પરંતુ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ કરેલા પ્રદર્શનના લીધે ભારતે હારનું મોઢું જોવાનો વારો આવ્યો છે.
ભારત માટે આ જીત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ગણિતના આધારે મહત્વની માનવામાં આવતી હતી, પરંતુ ભારતને મોટી નિષ્ફળતા સાથે નાલેશીભરી હારનો સામનો કરવો પડ્યો.. મુંબઈમાં ભારત પાસે લાજ બચાવવાની બહુ મોટી તક હતી..પરંતુ રોહિત સેનાએ હારનો સામનો કરવો પડ્યો. ભારત પાસે ત્રણ દિવસ હતા અને જીતવા માટે 150થી ઓછા રન બનાવવાના હતા. રિષભ પંતે આશા જગાવી હતી, જોકે, તેની વિકેટ પડ્યા પછી ભારતનો ફરી વિકેટ પડવાનો સિલસિલો યથાવત રહ્યો અને ભારતે હારનું મોઢું જોવાનો વારો આવ્યો
રિષભ પંતના બેટ અને પેડનો સંપર્ક થયો ત્યારે જે સ્પાઈક બની તેને બોલ બેટનો સંપર્ક ગણાવીને ટીવી અમ્પાયરે પંત આઉટ હોવાનો નિર્ણય લીધો છે. ન્યૂઝીલેન્ડ તરફથી એઝાઝ પટેલ અને ગ્લેન ફિલિપ્સે શાનદાર બોલિંગ કરીને ભારતની કમર તોડી નાખી હતી. જેમાં એઝાઝ પટેલે સૌથી વધુ 11 વિકેટ લઈને ભારતીય ધૂરંધરોને તંબૂભેગા કરવાની સાથે રવિન્દ્ર જાડેજાએ લીધેલી 10 વિકેટ પર પાણી ફેરવી દીધું છે.
ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બેટિંગનો નિર્ણય કરીને 235 રન બનાવ્યા હતા, જે બાદ ભારતે 263 રન બનાવીને સામાન્ય 28 રનની લીડ લીધી હતી, આ પછી રવિન્દ્ર જાડેજાની શાનદાર બોલિંગના કારણે ન્યૂઝીલેન્ડની ટીમના 1માં પાટીયા પડી ગયા હતા. ભારત પાસે ત્રણ દિવસનો સમય હતો અને જીતવા માટે માત્ર 147 રન બનાવવાના હતા, પરંતુ ભારત આમ કરી શક્યું નહીં અને 25 રનથી મેચ ગુમાવી છે.

