
બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય થવાની છે. જેના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની પડવાની સંભાવના છે. ગુજરાતમાં ઓક્ટોબર મહિનામાં પણ વરસાદ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે
બંગાળની ખાડીમાં સિસ્ટમ બની રહી છે. આવનારા દિવસોમાં પણ વધુ એક સિસ્ટમ બને તેવું લાગે છે. આ સિસ્ટમ 23-24 તારીખે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત તરફ આવે તેવી શક્યતા છે.
ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો, પૂર્વ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વધે તેવી શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ 28 સપ્ટેમ્બરે બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનવાની સંભાવના છે..જે વાવાઝોડામાં પરિવર્તન થવાની શક્યતા છે.જેથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. સાથો સાથ અરબ સાગરમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન થવાની શક્યતા છે.
બીજી તરફ નવરાત્રીમાં નવી સિસ્ટમ બનવાની સંભાવના છે…જે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ લાવી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે..જ્યારે અન્ય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
શરદ પૂનમ પછી પણ રાજ્યમાં વરસાદી ઝાપટાં ચાલુ રહે તેવી શક્યતા છે.સાથે જ 27 ઓક્ટોબરથી ઠંડીની પણ શરૂઆત થવાની શક્યતા છે.આ ઠંડી 3 ડિસેમ્બર બાદ વધુ કાતિલ બનશે.

