ભારતીય પુરુષ હોકી ટીમે સ્પેનને 2-1થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો. ભારત માટે કેપ્ટન હરમનપ્રીત સિંહે બે ગોલ કરીને ભારતને સ્પેન સામે લીડ અપાવી હતી… જે અંતમાં નિર્ણાયક સાબિત થઈ.
ટોક્યો ઓલિમ્પિકમાં પણ ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને હવે સતત બીજી વખત ટીમ પોડિયમ પર સ્થાન મેળવવામાં સફળ રહી છે. ભારતના અનુભવી ગોલકીપર પીઆર શ્રીજેશની આ છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ હતી અને ટીમે આ દિગ્ગજ ખેલાડીને શાનદાર વિદાય આપી છે.
ભારતની દિવાલ તરીકે ઓળખાતો શ્રીજેશ ટોક્યો અને પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતનારી ટીમનો ભાગ છે. આ રીતે ભારતે ઓલિમ્પિકમાં હોકી ઈવેન્ટમાં તેનો 13મો મેડલ જીત્યો છે.

