23.5 C
Ahmedabad
Friday, March 20, 2026

ઓલિમ્પિકમાં ભારતની ગોલ્ડ અને સિલ્વર મેડલની આશાને આંચકો, કુસ્તીની ફાઈનલ પહેલા વિનેશ અયોગ્ય જાહેર, કરોડો ભારતીયોનું દિલ તૂટ્યું


પેરિસ ઓલિમ્પિક 2024માં મહિલા કુશ્તી 50 કિગ્રા ઈવેન્ટની ફાઈનલ મેચ પહેલા રેસલર વિનેશ ફોગાટને મોટો ઝટકો લાગ્યો છે. વજન વધારે હોવાના કારણે તેને ફાઈનલ પહેલા અયોગ્ય જાહેર કરવામાં આવી. મંગળવારે, તેણે સેમિફાઇનલમાં ક્યુબાની લોપેઝ ગુઝમેનને 5-0થી હરાવી હતી.. તે ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ મહિલા રેસલર બની હતી.

શું છે મામલો?

ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA) એ આ વાતની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે, વિનેશ ફોગાટ વધુ વજનના કારણે ગેરલાયક ઠર્યા છે. એસોસિએશને કહ્યું, “ભારતીય દળને એ વાતનું દુ:ખ છે કે વિનેશ ફોગાટને મહિલા કુશ્તીની 50 કિગ્રા વર્ગમાંથી અયોગ્ય ઠેરવવામાં આવી છે. ટીમ દ્વારા રાતોરાત કરવામાં આવેલા શ્રેષ્ઠ પ્રયાસો છતાં, આજે સવારે તેનું વજન માત્ર 50 કિલોથી થોડું વધુ હતું. આ સમયે કોઈપણ વધુ ટિપ્પણીઓ નહીં કરવાની અપીલ કરાઈ છે. વિનેશની ગોપનીયતાનો આદર કરવા જણાવ્યું છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -