હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં તારીખથી 13થી 15 સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી.. આ બધાં વચ્ચે રાજ્યના વિવિધ જિલ્લાઓ જેમ કે, દાહોદ,બનાસકાંઠા અને અન્ય જિલ્લાઓમાં આજે બપોર પછી વરસાદ પડ્યો હતો.
દાહોદની વાત કરીએ તો, દાહોદના લીમડી,લીમખેડા, કચુબરા વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતોના ઉનાળું પાકને નુકસાન થવાની ભીતિં સેવાઈ રહી છે.. ઉનાળાની સિઝનમાં હજુ તો ખેડૂતોએ ઉનાળું પાકને તૈયાર કરીને ખેતરમાં મૂક્યો છે.. તો બીજી તરફ વરસાદી આફત પડતા ખેડૂતોને મોટુ નુકસાન થવાની સંભવના છે.સાથે જ બનાસકાંઠાના દાંતા અને અંબાજી મા પણ વરસાદી માહોલ છવાયો હતો .

