26.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

ગાંધીનગર: દહેગામના ST સ્ટેન્ડ પર બસમાં ચડતી વખતે ભાવિ વકીલના ખિસ્સામાંથી ગઠિયો મોબાઇલ સેરવી ફરાર


ગાંધીનગર આવવા માટે દહેગામના એસ.ટી. સ્ટેન્ડ પરથી બસમાં ચડતી વખતે ભાવિ વકીલના ખિસ્સામાંથી એક ગઠિયો ભીડભાડનો લાભ ઉઠાવી રૂ. 19 હજારની કિંમતનો મોબાઇલ ફોન સેરવી ફરાર થયો હતો. આ મામલે દહેગામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, દહેગામમાં રહેતા રોહિત ચૌહાણ ગાંધીનગર ખાતે લૉ કોલેજમાં એલ.એલ.બી.નો અભ્યાસ કરે છે. રાબેતા મુજબ, રોહિત ગત 16મીએ કોલેજ આવવા માટે ઘરેથી નીકળીને દહેગામ એસ.ટી બસ સ્ટેન્ડ ખાતે પહોંચ્યા હતા. દરમિયાન બસમાં ખૂબ જ ભીડ હોવાથી બસમાં ચઢતી વખતે કોઈ અજાણ્યા ઇસમે તેમના પેન્ટના ખિસ્સામાંથી રૂ. 19 હજારની કિંમતનો મોબાઇલ ફોન ચોરી કરી ફરાર થયો હતો.

છેલ્લા ઘણા સમયથી મોબાઇલ ફોન ચોરી કરતી ગેંગ સક્રિય

થોડા સમય બાદ જ્યારે રોહિતે ખિસ્સામાં ચેક કર્યું તો મોબાઇલ ફોન ગાયબ હતો. આ મામલે રોહિતે દહેગામ પોલીસ સ્ટેશનમાં મોબાઇલ ચોરીની ફરિયાદ કરતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ચોરીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. રોહિતે પોતાના ફોન નંબર પર ફોન કરતા મોબાઇલ ફોન સ્વીચ ઓફ બતાવતો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી દદહેગામ એસ.ટી બસ સ્ટેન્ડ ખાતે મોબાઇલ ફોન ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસ આ મામલે ત્વરિત કાર્યવાહી કરી ગેંગના તમામ સભ્યોની ધરપકડ કરે તેવી લોકો માગ કરી રહ્યા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -