25.2 C
Ahmedabad
Tuesday, March 3, 2026

ગો ફર્સ્ટ 24 મેથી 23 એરક્રાફ્ટ સાથે ફ્લાઇટ શરૂ કરશે! સરકાર સાથે કર્યો સંપર્ક


ગો ફર્સ્ટ (GoFirst) એરલાઇન 24 મેથી 23 એરક્રાફ્ટ સાથે તેની ફ્લાઇટ્સ શરૂ કરી શકે છે. એરલાઇન્સ પાસે 27 એરક્રાફ્ટ છે, જે 2 મે સુધી કાર્યરત હતા. તેમાં દિલ્હી એરપોર્ટ પર 51 ડિપાર્ચર સ્લોટ અને મુંબઈ એરપોર્ટ પર 37 ડિપાર્ચર સ્લોટ છે.

GoFirstના વચગાળાના રિઝોલ્યુશન પ્રોફેશનલ અભિષેક લાલે કંપનીના કર્મચારીઓને જણાવ્યું હતું કે, તેઓ બિઝનેસને શક્ય તેટલી વહેલી તકે પાટા પર લાવવા માટે પગલાં લઈ રહ્યા છે. કંપનીને સુધારવા માટે મૂડીની જરૂર છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, શક્ય તેટલી વહેલી તકે કામગીરી ફરી શરૂ કરવાની યોજના છે, પરંતુ તે નાના શેડ્યૂલ સાથે હશે. GoFirst એ સરકાર સાથે પુનઃસ્થાપન યોજનાઓ પર ચર્ચા કરી છે. કન્સલ્ટન્સી ફર્મ અલ્વારેઝ એન્ડ માર્સલ કંપનીની ફ્લાઈટ્સ માટે ટિકિટ બુકિંગ ફરી શરૂ કરવા સરકારનો સંપર્ક કરશે. અગાઉ, GoFirstએ 19 મે સુધી ફ્લાઇટ્સ રદ કરી છે.

અન્ય બે કંપનીઓએ પણ આ નિર્ણયને પડકાર્યો હતો

વધુ બે એરક્રાફ્ટ કંપની, GY એવિએશન અને SFV એરક્રાફ્ટ હોલ્ડિંગ, ગુરુવારે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) ના GoFirst ની નાદારી અરજી સ્વીકારવાના આદેશ સામે NCLATમાં અરજી કરી હતી. GY એવિએશન 9 એરક્રાફ્ટ સાથે GoFirst માટે સૌથી મોટું એરક્રાફ્ટ લેનાર છે.  મીડિયા અહેવાલ મુજબ, બેંકોએ કહ્યું કે, વર્તમાન ક્વાર્ટર એટલે કે એપ્રિલ-જૂન વચ્ચે ગો ફર્સ્ટની લોન બેડ સ્ટ્રેન્ડેડ લોન એટલે કે NPAમાં નાખવામાં આવશે. કંપની પર 11 હજાર કરોડથી વધુનું દેવું છે. આમાં બેંકોનો હિસ્સો 6 હજાર કરોડ રૂપિયાથી વધુ છે. એરલાઈને ગુરુવારે કહ્યું કે, તે નાદારીની પ્રક્રિયામાં જઈ રહી નથી. તેમણે નાદારી પ્રક્રિયામાં જવાના સમાચારને અફવા ગણાવી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -