33 C
Ahmedabad
Saturday, April 18, 2026

અમદાવાદ: ભાજપ ધારાસભ્ય જીતુ વાઘાણીને હાઈકોર્ટનું સમન્સ, જાણો શું છે સમગ્ર મામલો?


ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ પ્રધાન અને ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણીની મુશ્કેલીમાં વધારો થયો છે. હાઈકોર્ટમાં જીતુ વાઘાણી સામે આમ આદમી પાર્ટીના નેતા રાજુ સોલંકીએ અરજી કરી છે. માહિતી મુજબ, વિધાનસભાની ચૂંટણી દરમિયાન ખોટી પત્રિકાઓ વેચવા મામલે આપના નેતાએ રાજુ સોલંકીએ ભાજપાના નેતા જીત વાઘાણી સામે અરજી કરતા હાઈકોર્ટે 21 એપ્રિલે કોર્ટમાં હાજર રહેવા જીતુ વાઘાણીને સમન્સ મોકલ્યું છે.

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો જીતી હતી

ઉલ્લેખનીય છે કે, ગત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યમાં ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટીએ (બીજેપી) 156 બેઠક જીતીને ઔતિહાસિક વિજય મેળવ્યો હતો. જ્યારે કોંગ્રેસને માત્ર 17 અને આપને 5 બેઠકો પર જીત મળી હતી. ચૂંટણી બાદ આપ પાર્ટી દ્વારા પ્રથમ પ્રેસ કોન્ફરન્સ કરાઈ હતી, જેમાં ભાવનગર વિધાનસભા બેઠક પરથી લડેલા રાજુ સોલંકીએ ભાજપ તરફથી વિજયી જીત વાઘાણી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આપ નેતા રાજુ સોલંકીએ કહ્યું હતું કે, ભાજપ દ્વારા મોટું ષડયંત્ર કરી ચૂંટણી જીતવામાં આવી છે.

‘ચૂંટણી જીતવા ભાજપે સામ-દામ દંડ ભેદની નીતિ અપનાવી’

મીડિયા રિપોર્ટ્સ, મુજબ, રાજુ સોલંકીએ કહ્યું હતું કે, ચૂંટણી જીતવા માટે ભાજપે સામ-દામ દંડ ભેદની નીતિ અપનાવી હતી. તેમણે કહ્યું હતું કે, ભાજપના નેતાએ મારા નામની પત્રિકા વેચીને મને નુકસાન પહોંચાડ્યું હતું. રાજુ સોલંકીએ આગળ કહ્યું કે, આ બાબતે અમે કલેકટર અને DYSPને પણ રજૂઆત કરી છે. પરંતુ, અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે હવે રાજુ સોલંકી દ્વારા હાઈકોર્ટમાં અરજી કરાતા હાઈકોર્ટે જીતુ વાઘાણીને સમન્સ પાઠવ્યું છે અને 21 એપ્રિલે કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યો છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -