બનાસ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે મોટા આંતરડાના કેન્સરની ગાંઠની સફળ શત્રક્રિયા કરવામાં આવી..
મહેસાણા જીલ્લાના ખેરાલુ તાલુકાના સંતોકપુરા ગામના વતની પટેલ દલપતભાઈ કેશુભાઈ ઉમર વર્ષ ૭૫ છે. અને તેઓને દોઢ મહિના અગાઉ આંતરડામાં કેન્સરની બીમારી હોવાનું માલુમ પડતા પાલનપુરની એક જાણીતી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.. ત્યાના તબીબ દ્વારા સારવાર તેમજ ઓપરેશન ખર્ચ લાખો રૂપિયામાં થતો હતો..અને એ પણ ઓપરેશન સફળ થાય કે ન થાય એવી ડોક્ટર દ્વારા બાહીધરી ના આપતા આખરે દર્દીના સ્નેહીજનો દ્વારા ત્યાના ડોક્ટરને સારવાર કરવાની ઇન્કાર કરી કઠણ કાળજું રાખીને બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે ગત રોજ ૧૫ જાન્યુઆરીના દિવસે સિવિલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.. બનાસ સિવિલના સુપ્રીટેન્ડેન્ટ ડો.સુનીલ જોષીના માર્ગદર્શન હેઠળ સર્જરી વિભાગના ડોક્ટર દ્વારા અગાઉના તમામ રીપોર્ટ ચેક કર્ય બાદ બનાસ સિવિલ ખાતે દર્દીનો સીટીસ્કેન તેમજ બાયોપ્સી રીપોર્ટ કર્યા બાદ દર્દીને આંતરડામાં રુકાવટ હતી..ખોરાક લીધા બાદ તરજ ઉલટી થઈ જતી હતી.પેટમાં દુખાવો તેમજ સોજો રેહતો હતો.જેમાં સર્જરી વિભાગના ડોક્ટર કલ્પેશ પટેલ દ્વારા રીપોર્ટ દ્વારા જાણવા મળતા કે પેટના ભાગમાં આંતરડામાં મોટી ગાંઠ હતી.. જેના લીધે જમણી બાજુનું મોટું આંતરડું ગાંઠ સાથે કાઢીને નાનું અને વધેલું મોટા આંતરડાનું જોડાણ કરીને બાયપાસ સર્જરી કરવામાં આવી હતી.. આ અંગે દર્દીના સગાએ જણાવ્યું હતું કે અમો છેલ્લા બે મહિનાથી આ દુખના લીધે હેરાન થતા હતા. અમારા પાલનપુરમાં રેહતા સગાસબંધીએ ના જણાવ્યા પ્રમાણે બનાસ સિવિલમાં આવ્યા ત્યારે અમારા (ફૂવા) નું આંતરડાનું ઓપરેશન કરવામાં આવ્યું.. હાલ એ સ્વસ્થ છે.. માટે અમોને રજા આપવામાં આવી છે.. માટે ડોક્ટર તેમજ નર્સિગ સ્ટાફનો ખુબખુબ આભાર માનું છુ.
બનાસ મેડીકલના કોલેજના આદ્યસ્થાપક શ્રી શંકરભાઈ ચૌધરીના અથાગ પ્રયત્નો થકી બનાસ મેડીકલ કોલેજના ચેરમેન શ્રી પી.જે. ચૌધરી માર્ગદર્શન હેઠળ બનાસ મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પાલનપુર લોકો માટે દેવદુત સમાન સાબિત થઈ રહી છે. આધુનિક સારવાર મળી રહે તે માટે નવા સાધનો વસાવવામાં આવી રહ્યા છે.તથા ઓપરેશન થીયેટરો સુસજ્જ કરવામાં આવી રહ્યા છે..જેથી બનાસકાંઠાની જનતાને અતિ આધુનિક અને સારા માં સારી સારવાર મળી રહેશે..

