27 C
Ahmedabad
Saturday, April 18, 2026

છોટાઉદેપુર 108 ઇમરજન્સી સેવાના કર્મચારીઓની પ્રમાણિકતાની અનોખી મિસાલ


છોટાઉદેપુર 108 ઇમરજન્સી સેવાના કર્મચારીઓની પ્રમાણિકતાની અનોખી મિસાલ

108 ઈમરજન્સી સેવાના કર્મીઓ અવારનવાર નિષ્ઠાની મિસાલ પૂરી પાડતા હોય છે. 108 ની સેવા આકસ્મિક સમયમાં પ્રાણ રક્ષક બનીને કરોડો લોકોનો જીવન બચાવમાં પ્રખ્યાત છે. અને 108 એ પણ તેની સેવાથી પ્રજાના હૃદયમાં આગવું સ્થાન મેળવ્યું છે. તેમની આ અપ્રીતમ સેવાના મૂળમાં તેમના કર્મચારીઓની કર્તવ્ય પરાયણતા છે. આવી કર્તવ્ય અને પરાયણતાના બે કિસ્સા હાલમાં સામે આવ્યા છે.

જેમાં વજેસીયા ગામ પાસે એક ઇકો કારનો અકસ્માત થતા દર્દી પાસેથી ₹35,000 ની રોકડ રકમ મળી હતી. જે દર્દીના સગાને સુપ્રત કરી હતી.. તો પાવી જેતપુર 108 ઇમરજન્સી સેવાના સ્ટાફ ઇએમટી કમલેશ ભાઈ રાઠવા તથા જગદીશભાઈ રાઠવાએ ઈમાનદારીનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું હતું. તથા બીજો કિસ્સામાં એક ટ્રક મધ્યપ્રદેશ થી આવતાં અંબાલા ગામ પાસે અકસ્માત થયેલા ડ્રાઈવર અને કન્ડક્ટર માંથી ડ્રાઈવરને કમરમાં ઇજા થઈ હતી. જોકે એમની જોડે રોકડ રૂપિયા ૧૭૩૦૦ અને મોબાઇલ ગાડી માંથી સોધી દર્દીના સગાને સુપ્રત કરી 108 અંબાલાના સ્ટાફ ઇએમટી જીનકાભાઈ રાઠવા તથા ફરહાદભાઈ પઠાણ ઈમાનદારીનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -