27 C
Ahmedabad
Saturday, April 18, 2026

રાતો રાત જંત્રી વધારી, પ્રજાના ખિસ્સા ખાલી કરવાનું કાવતરું – અમિત ચાવડા


જંત્રી અંગ કોંગ્રેસના નેતાએ આકા શબ્દોમાં સરકાર પર પ્રહારો કર્યા હતા. શું કારણથી રાતો રાત જંત્રી વધારી દેવામાં આવી. પ્રજાના ખિસ્સા ખાલી કરવાનું કાવતરું છે તેમ અમિત ચાવડાએ કહ્યું હતું. જંત્રીને લઈને ક્રેડાઈના સભ્યો એવા બિલ્ડરોએ સીએમ સાથે મળીને રજૂઆત કરી હતી અને આ નિર્ણયને પાછો ઠેલવા માટે કહ્યું હતું.

આ મામલે કોંગ્રેસે પણ અચાનક 12 વર્ષ પછી જંત્રીના ભાવમાં વધારો કરતા સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય દળના વિપક્ષ નેતાએ્ કહ્યું હતું કે, રાતો રાત શું થઈ ગયું કે, અચાનક ભાવ વધારી દીધા. પ્રજાના ખિસ્સા ખાલી કરવાનું કાવતરું હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. આ સાથે તેમણે વધુમાં કહ્યું કે, તેના કારણે મધ્યમવર્ગને મોટું નુકશાન થશે. ચોક્કસ સમય બાદ જ જંત્રી અમલમાં મૂકવી જોઈએ. જંત્રી અંગે કોંગ્રેસ નેતાનું આ પ્રકારે નિવેદન સામે આવ્યું હતું.

જંત્રીના ભાવો સરકાર દ્વારા તાજેતરમાં વધારમાં આવ્યા છે. જેમાં એરીયા પ્રમાણે જંત્રીના ભાવમાં 100 ટકા વધારો કરાયો છે. 100 ટકા વધારો કરાતા જમીનથી લઈને ખરીદી કરતા મકાનોના દસ્તાવેજ ઉંચા કરાવવા પડશે. એફોર્ડેબલ મકાનોના ભાવોમાં પણ તેના કારણે વધારો થશે. આ ઉપરાંત બિલ્ડરો પણ જમીન ખરીદી કરે છે તો તેમને પણ જંત્રીના રેટ અસર કરી શકે છે. જો કે, બિલ્ડરોએ આ મામલે આજે રાજ્ય સરકારને આ મામલે રજૂઆત કરીને 3 મહિના સુધી જંત્રીના ભાવ પાછા ઠેલવવા માટે કહ્યું હતું અને 33-33 ભાવ માટે નિવેદન કરી માંગ કરી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -