પાટણમાં ઔદિચ્ય પ્રગતિ મંડળ (તળ) દ્વારા સમાજ ના રચનાત્મકતાના કાર્યની સાથે સાથે રમત-ગમતના કાર્યક્રમો અવાર નવાર આયોજિત કરવામાં આવતા હોય છે. ત્યારે શહેરના રશિયન નગર ગ્રાઉન્ડ ખાતે ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજની 6 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
10 ઓવરની આ ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ જવાળામુખી ઈલેવન અને હરસિદ્ધ ઈલેવન વચ્ચે રમાઈ હતી, જેમાં જ્વાળામુખી ઈલેવનનો ભવ્ય વિજય થતાં સમાજના ટ્રસ્ટી અરૂણ આચાર્ય, વિનોદ ભાઇ ત્રિવેદી, પ્રવીણ ભાઇ ભટ્ટ, શૈલેષ ભાઇ જાની, શરદભાઈ આચાર્ય, નયનભાઈ આચાર્ય સહિતના મહાનુભાવોના હસ્તે વિજેતા ટીમને વિજય ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. શ્રી ઔદિચ્ય પ્રગતિ મંડળ પાટણ (તળ) દ્વારા આયોજિત આ એક દિવસીય ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટને નિહાળવા અમદાવાદથી હેમંતભાઈ દવે, ગૌરવભાઈ જાની સહિત મોટી સંખ્યામાં સમાજના લોકોએ પરિવારજનો સાથે ઉપસ્થિત રહી ટુર્નામેન્ટને નિહાળી ક્રિકેટરોનો ઉત્સાહ વધાર્યો હતો. ટૂર્નામેન્ટના આયોજનને સફળ બનાવવા સમાજના યુવા ઉત્સાહી હાર્દિકભાઈ રાવલ, જીગરભાઈ ત્રિવેદી, ભાવેશભાઈ આચાર્ય સહિતના યુવાનોએ જહેમત ઉઠાવી હતી.

