27 C
Ahmedabad
Saturday, April 18, 2026

પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહના આગોરતા જામીનની અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી


પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહના કેસ મામલે આજે ગુજરાત હાઈકોર્ટની અંદર કરવામાં આવેલી આગોતરા જામીનની અરજી બાબતે સુનાવણી થશે. રાજસ્થાન પોલીસ સુનાવણી દરમિયાન હાજર રહેશે કેમ કે, મહિલા દ્વારા આ ફરીયાદ રાજસ્થાન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.

પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે સગીરાની છેડતીનો ગુનો નોંધાયો છે. રાજસ્થાનમાં ફરીયાદ નોંધાઈ હતી. રાજસ્થાન પોલીસ ગુજરાત હાઈકોર્ટમાં આ કેસ મામલે જવાબ રજૂ કરશે. પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે સગીરાની છેડતી કરવા બદલ ગુનો નોંધાયો છે. રાજસ્થાનમાં ફરીયાદ નોંધાઈ છે. ત્યારે આ મામલે ગજેન્દ્રસિંહ દ્વારા કરવામાં આવેલા આગોતરા જામીન પર આજે સુનાવણી થઈ રહી છે. ફરિયાદી અને રાજસ્થાન પોલીસ ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા છે. આગોતરા જામીન પર સુનાવણી દરમિયાન રાજસ્થાન પોલીસ હાજર રહેશે.

શું હતો સમગ્ર મામલો 

2020માં મહિલા ગજેન્દ્રસિંહ પરમાર સાથે જસલમેર જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી. મહિલા બહાર નીકળી તે સમયે તેની દીકરી સાથે કારમાં છેડતી કર્યાનો આરોપ મહિલા દ્વારા ફરીયાદમાં કરવામાં આવ્યો હતો. મહિલા અને ગજેન્દ્રસિંહ સાથે બોલાચાલી પણ થઈ હતી. ત્યાર બાદ આ મામલે ફરીયાદ દાખલ કરવામાં આવી છે. ગજેન્દ્રસિંહ પરમાર હાલમાં પ્રાંતિજના ધારાસભ્ય અને એક સમયના પૂર્વમંત્રી પણ છે. ત્યારે નેતા સામે જ આ પ્રકારના ગંભીર આરોપ છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -