25.2 C
Ahmedabad
Tuesday, March 3, 2026

અમદાવાદ: સ્કૂલ બોર્ડનો મોટો નિર્ણય, બાળક 20 મિનિટ મોડું પડશે તો પણ મળશે પ્રવેશ


રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલ બોર્ડ દ્વારા એક આવકારદાયક નિર્યણ લેવામાં આવ્યો છે. સતત વધી રહેલી ઠંડીને ધ્યાને રાખી શહેરમાં મનપા દ્વારા સંચાલિત સ્કૂલ બોર્ડે શાળાના સમયથી બાળક 20 મિનિટ મોડું પડે તો પણ તેને શાળામાં પ્રવેશ આપવામાં આવે તેવી જાહેરાત કરી છે.

બાળક 20 મિનિટ મોડું પડશે તો પણ પ્રવેશ મળશે

શહેરમાં ઠંડીના કહેરને જોઈ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્કૂલ બોર્ડે મહત્ત્વનો નિર્ણય લઈ જાહેરાત કરી કે હવે શાળાના સમયથી વિદ્યાર્થી 20 મિનિટ મોડું પડશે તો પણ તેને શાળામાં પ્રવેશ આપવામાં આવશે. હાલ સ્કૂલ બોર્ડની શાળાનો સમય સામાન્ય રીતે 7 વાગ્યાનો હોય છે, પરંતુ ઠંડીના કારણે શાળાના સમયમાં ફેરફાર કરી સવારે 7.55 વાગ્યાનો કરાયો છે. અહેવાલ મુજબ, ઠંડીના દિવસોમાં બાળક સવારે 8.30 વાગ્યા સુધી આવશે તો પણ તેની હાજરી ભરાશે.

25 જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે

હવામાન વિભાગ મુજબ, મંગળવારના રોજ રાજ્યના 11 શહેરમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો હતો, જ્યારે નલિયામાં ફરી સૌથી ઓછું તાપમાન 2.4 ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત, અમદાવાદ સહિત રાજ્યના ઘણાં શહેરોમાં મહત્તમ તાપમાન 27 ડિગ્રીથી ઓછું નોંધાયું હતું. જો કે આવનારા દિવસોમાં ઠંડીનું પ્રમાણ ઘટશે એવી શક્યતા વ્યક્ત કરાઈ છે, પરંતુ આ સાથે જ બીજી તરફ 25 જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે એવા પણ અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, જ્યારે રાજ્યમાં પનવની દિશા બદલાય છે ત્યારે તાપમાનમાં વધઘટ જોવા મળે છે. પૂર્વથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તરના પવનથી શીત લહેરોનું સર્જન થતુ હોય છે. પરિણામે ગુજરાતમાં ઠંડી પડે છે. માર્ચની શરૂઆતમાં પણ લોકો ઠંડીનો અનુભવ કરશે એવા અનુમાન છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -