વલસાડમાં ચાલુ અભ્યાસમાં ક્લાસમાં વિદ્યાર્થીને હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું હોવાની વિગતો સૂત્રો તરફથી પ્રાપ્ત થઈ રહી છે. ચાલું ક્લાસે એટેક આવતા વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ હોસ્પિટલના તબીબોએ વિદ્યાર્થીની તપસ કરતાં મૃત જાહેર કર્યો હતો.
રાજકોટમાં ગઈકાલે વિદ્યાર્થિનીના મોતના સમાચાર સામે આવ્યા છે. સ્કૂલે પહોંચેલી વિદ્યાર્થિનીને એટેક આવતા મોત થયું હતું ત્યારે રાજકોટ બાદ હવે વલસાડમાં પણ આ પ્રકારે મોતનો બનાવ સામે આવતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ સ્થિતિ ગઈકાલે રાજકોટની સ્કૂલમાં બનતા હવે વલસાડમાં કોલેજમાં વિદ્યાર્થીના મોતના સમાચારથી ચિંતા વધુ ઘેરી બની રહી છે. આટલી નાની ઉંમરે હાર્ટ એટેક આવી રહ્યા છે.
સૂત્રો તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર વલસાડમાં એસ.વાય.બી.એના જે.પી શ્રોફ આર્ટ્સ કોલેજમાં ભણતા વિદ્યાર્થી દિનેશ પટેલ નામના વિદ્યાર્થીનું મોત નિપજ્યું હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.
ચાલુ અભ્યાસે ક્લાસમાં તબિયત લથડતા હોસ્પિટલ વિદ્યાર્થીને ખસેડવામાં આવ્યો હતો પરંતુ હોસ્પિટલમાં તબીબોએ તપાસ કરતા વિદ્યાર્થીનો જીવ બચી શક્યો નહોતો અને વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. સતત બે દિવસમાં વિદ્યાર્થીના હાર્ટ એટેકથી આ બીજી મોત સામે આવતા વાલીઓમાં પણ ઘેરી ચિંતા ઊભી થઈ છે.

