18 C
Ahmedabad
Sunday, November 22, 2026

ગાંધીનગરમાં ચૌધરી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ અને પ્રતિભાશાળીઓને સન્માનિત કરાશે, 20 ડિસેમ્બર સુધી અરજીઓ મંગાવાઈ


ચૌધરી સમાજના વિદ્યાર્થીઓ, ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર યુવાનો, સરકારી સેવાઓમાં પસંદગી પામેલા અધિકારીઓ, રમતવીરો તેમજ ખેતી અને પશુપાલન ક્ષેત્રે વિશેષ સિદ્ધિ હાંસલ કરનાર પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા શ્રી અર્બુદા પરિવાર ટ્રસ્ટ, ગાંધીનગર વિભાગ દ્વારા વર્ષ 2025-26ના તેજસ્વી તારલા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સમારોહ અંતર્ગત વર્ષ 2025 અને 2026 દરમિયાન નિર્ધારિત શૈક્ષણિક તથા અન્ય ક્ષેત્રોની લાયકાત પ્રાપ્ત કરનાર ભાઈ-બહેનો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 80 ટકાથી વધુ અને વિજ્ઞાન પ્રવાહમાં 70 ટકાથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત સ્નાતક, અનુસ્નાતક, વિવિધ ડિપ્લોમા, મેડિકલ, એન્જિનિયરિંગ, શિક્ષણ સહિતના ઉચ્ચ અભ્યાસક્રમોમાં સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ પણ આ સન્માન માટે પાત્ર રહેશે.

GPSC અને UPSCની તમામ તબક્કાની પરીક્ષા પાસ કરનાર, વર્ષ 2025-26 દરમિયાન વર્ગ-1 અને વર્ગ-2ની પરીક્ષા પાસ કરી નિમણૂક મેળવનાર અધિકારીઓ, તેમજ રમતગમતમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવનાર પ્રતિભાઓને પણ સન્માનિત કરવામાં આવશે.

ખેતી અને પશુપાલન ક્ષેત્રે ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો તથા વધુ દૂધ ઉત્પાદનની સિદ્ધિ મેળવનાર પશુપાલકોને પણ સન્માનિત કરવાની જોગવાઈ રાખવામાં આવી છે.

લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ અને ઉમેદવારોએ પોતાની પ્રમાણિત માર્કશીટની નકલ તથા પાસપોર્ટ સાઇઝના બે ફોટા 20 ડિસેમ્બર, 2026 (રવિવાર) સુધીમાં શેઠ કે.એમ. શાહ સર્વોદય હાઈસ્કૂલ, છાલા ખાતે મોકલવાના રહેશે.

વધુ માહિતી માટે દિલીપભાઈ ચૌધરી (મો. 97732 25023) અથવા મીનાબેન પટેલ (મો. 95370 85056)નો સંપર્ક કરી શકાય છે. કાર્યક્રમનું આયોજન શ્રી અર્બુદા પરિવાર ટ્રસ્ટ, ગાંધીનગર વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. ટ્રસ્ટના પ્રમુખ નાથુભાઈ એમ. ચૌધરી અને મંત્રી જશુભાઈ એન. દેસાઈ દ્વારા સમાજની પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા આ પહેલ હાથ ધરવામાં આવી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -