18 C
Ahmedabad
Saturday, November 21, 2026

કોઈએ સ્વજન ગુમાવ્યાં તો કોઈએ જીવનસાથી… કાઝીરંગાના ગમખ્વાર અકસ્માતમાં 24નાં કરુણ મોત


આસામના કાઝીરંગા નેશનલ પાર્ક નજીક શુક્રવારે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીં મિની બસ અને કન્ટેનર ટ્રક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતાં ઓછામાં ઓછા 24 લોકોનાં મોત થયા છે. જ્યારે 11 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસને આશંકા છે કે મૃતકોનો આંકડો હજુ વધી શકે છે.

મળતી માહિતી મુજબ, આસામના ગોલાઘાટ જિલ્લામાં નેશનલ હાઇવે-715 પર કોહોરા રેન્જ હેઠળ હાથિકુલી ટી એસ્ટેટ નજીક રંગાજાન વિસ્તારમાં આ અકસ્માત સર્જાયો હતો. સામેથી આવી રહેલા કન્ટેનર ટ્રક સાથે મુસાફરોથી ભરેલી મિની બસ અથડાઈ હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી.

ગોલાઘાટના વરિષ્ઠ પોલીસ અધિક્ષક સ્વપ્નિલ ડેકાએ પ્રાથમિક માહિતીના આધારે અકસ્માતમાં 24 લોકોનાં મોત થયાની પુષ્ટિ કરી હતી. પોલીસ અને બચાવ ટુકડીઓ દ્વારા ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘાયલોને નજીકની કોહોરા મોડલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે ગંભીર રીતે ઘાયલ લોકોને વધુ સારવાર માટે જોરહાટ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં રિફર કરાયા હતા.

ઘટનાની જાણ થતાં આસામના પંચાયત અને ગ્રામ વિકાસ મંત્રી તથા સ્થાનિક ધારાસભ્ય અતુલ બોરા ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને રાહત કામગીરીની સમીક્ષા કરી હતી.

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આ દુર્ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલોને વિલંબ વિના શ્રેષ્ઠ તબીબી સારવાર મળે તે માટે સરકારની પ્રાથમિકતા હોવાનું જણાવ્યું હતું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -