34.3 C
Ahmedabad
Friday, November 6, 2026

રાજ્યપાલશ્રીએ સહપરિવાર બાલાસિનોરના જોરાપુરા ગામે અનુસૂચિત જાતિ પરિવારના ઘરે સાદા ભોજનનો આસ્વાદ માણ્યો


મહીસાગર જિલ્લાની મુલાકાતે પધારેલા ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, તેમના ધર્મપત્ની માનનીય લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજી, પુત્રવધૂ કવિતાજી અને પૌત્ર આર્યમને બાલાસિનોર તાલુકાના જોરાપુરા ગામના અનુસૂચિત જાતિ પરિવારના શ્રી અંબાલાલ ચીમનભાઈ સાધુબાવાના ઘરે મુલાકાત લીધી હતી. રાજ્યપાલશ્રીએ પોતાના પરિવાર સાથે અંબાલાલભાઈના પરિવારજનો સાથે બેસીને પ્રેમપૂર્વક સાદા દેશી ભોજનનો આસ્વાદ માણ્યો હતો.

રાજ્યપાલશ્રી તેમજ તેમના પરિવારજનોએ અત્યંત સહજતા, સરળતા અને આત્મીયતા સાથે પરિવારના તમામ સભ્યો સાથે વાર્તાલાપ કરી તેમના ખબર-અંતર પૂછ્યા હતા. પરિવારના મોભી શ્રી અંબાલાલભાઈ તેમજ તેમના પરિવારજનો સાથે સાહજિક સંવાદ સાધીને રાજ્યપાલશ્રીએ તેમના દૈનિક જીવન, રોજગાર અને જીવનનિર્વાહ વિશે રસપૂર્વક માહિતી મેળવી હતી.

પરિવારજનો દ્વારા પીરસાયેલા પરંપરાગત અને સાત્વિક ભોજનનો આનંદ માણતા રાજ્યપાલશ્રીએ પરિવારની ઉષ્માભરી મહેમાનગતિની મુક્ત મને પ્રશંસા કરી હતી. રાજ્યપાલશ્રીના સપરિવાર આગમન અને તેમના સ્નેહપૂર્ણ તેમજ સાદગીભર્યા વ્યવહારથી પરિવારજનો ભાવવિભોર થઈ ગયા હતા.

આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ અંબાલાલભાઈ અને તેમના સમગ્ર પરિવારને લોકભવન ખાતે પધારવા માટે હાર્દિક આમંત્રણ પણ પાઠવ્યું હતું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -