28.9 C
Ahmedabad
Saturday, October 31, 2026

આદિવાસી ન્યાય યાત્રાનું ફતેપુરા ખાતે ભવ્ય સ્વાગત: સર્વ સમાજના સમર્થન સાથે સામાજિક એકતાનો અનોખો માહોલ


આદિવાસી ન્યાય યાત્રાનું ફતેપુરા ખાતે ભવ્ય સ્વાગત: ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં ઉમરગામથી અંબાજી સુધી નીકળેલી યાત્રામાં જનમેદની ઉમટી પડી

ફતેપુરા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી યાત્રાનું સ્વાગત કરાયું

આદિવાસી સમાજના હક્ક, અધિકાર, બંધારણીય મૂલ્યો અને ન્યાયની બુલંદ માંગ સાથે નીકળેલી ‘આદિવાસી ન્યાય યાત્રા’ આજે ફતેપુરા ખાતે આવી પહોંચતાં સ્થાનિક નાગરિકો, સામાજિક આગેવાનો અને કાર્યકરો દ્વારા તેનું ઉત્સાહભેર અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ફતેપુરા ખાતેના આ સભા અને સ્વાગત કાર્યક્રમના મુખ્ય આયોજકોમાં આશાબેન જગદીશભાઈ પારગી (ઘુઘસ જિલ્લા સદસ્ય), સુભાષ પારગી, વસંતભાઈ તાવિયાડ અને રામસિંગભાઇ પારગી વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દક્ષિણ ગુજરાતના ઉમરગામથી શરૂ થયેલી આ ન્યાય યાત્રા ઉત્તર ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પૂર્ણ થશે. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને ન્યાય અપાવવાનો તેમજ આદિવાસી સમાજના જમીન, જંગલ, જળ અને બંધારણીય અધિકારોના પ્રશ્નોને જન-જન સુધી પહોંચાડીને તેને વાચા આપવાનો છે.

વિશેષ ઉપસ્થિતિ

ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં યોજાયેલી આ યાત્રાનું તેમનાં ધર્મપત્ની શ્રીમતી વર્ષાબેન વસાવા તથા શ્રીમતી શકુંતલાબેન વસાવા કરી રહ્યા છે. આ યાત્રામાં છોટાઉદેપુરથી રાધિકાબેન રાઠવા, નિરંજન વસાવા, રાજુભાઈ વળવાઈ તેમજ જીગીશાબેન પારગી સહિતના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આપ (AAP) ના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની હાજરી:

આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા તાલુકા સભ્યો સુમિત્રાબેન કટારા, મીનાક્ષીબેન પારગી, સકુડીબેન પારગી, જિગ્નેશભાઈ પારગી અને વિક્રમભાઈ ચૌહાણ પણ મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ઉપસ્થિત રહ્યા હતા.

સર્વ સમાજનું અભૂતપૂર્વ સમર્થન:

આ યાત્રાની મુખ્ય વિશેષતા એ રહી છે કે તેમાં માત્ર આદિવાસી સમાજ જ નહીં, પરંતુ ઓ.બી.સી. (OBC) સમાજ, એસ.સી. (SC) સમાજ, મુસ્લિમ સમાજ તેમજ અન્ય તમામ સર્વ સમાજના લોકોએ પણ મોટી સંખ્યામાં જોડાઈને ન્યાયની આ લડાઈને પૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું.

ફતેપુરા ખાતે સરદાર પટેલની પ્રતિમાને શ્રદ્ધાંજલિ:ફતેપુરા ખાતે યાત્રાના આગમન બાદ અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા ફતેપુરા સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી ભાવાંજલિ આપવામાં આવી હતી. સમગ્ર ફતેપુરા વિસ્તારમાં યાત્રાને પગલે ભારે ઉત્સાહ અને સામાજિક સમરસતાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો.

રિપોર્ટર :કિશોર પણદા,ફતેપુરા


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -