33.8 C
Ahmedabad
Wednesday, October 21, 2026

અમિત શાહે 36,852 શહીદ પોલીસકર્મીઓને નમન કર્યા, આ વર્ષે 154 નવા નામ જોડાયા


મંગળવારે રાષ્ટ્રીય પોલીસ સ્મૃતિ દિવસના અવસર પર યોજાયેલા કાર્યક્રમમાં ડ્યુટી દરમિયાન જીવ ગુમાવનાર પોલીસકર્મીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. સાથે જ તેમણે આંતરિક સુરક્ષામાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ (CAPF) ના યોગદાનની પ્રશંસા કરી.

ગૃહમંત્રી શાહે જણાવ્યું કે રાષ્ટ્રીય પોલીસ સ્મારક દેશભરના નાગરિકો માટે શ્રદ્ધાંજલિ આપવાનું મહત્વપૂર્ણ સ્થળ બની ગયું છે. અહીં દેશના 36,852 શહીદ પોલીસકર્મીઓને નમન કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે આ વર્ષે શહીદોની યાદીમાં વધુ 154 પોલીસકર્મીઓના નામ જોડવામાં આવ્યા છે. ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) ના ડિરેક્ટર મહેશે કાર્યક્રમ દરમિયાન આ શહીદોના નામ વાંચ્યા.

અમિત શાહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2018માં રાષ્ટ્રીય પોલીસ સ્મારકનું ઉદ્ઘાટન કર્યું હતું. તેનો ઉદ્દેશ્ય દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર પોલીસકર્મીઓને સન્માન આપવા અને આવનારી પેઢીઓને તેમની પાસેથી પ્રેરણા લેવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

પોલીસની સેવા અત્યંત કઠિન છે

કાર્યક્રમમાં અમિત શાહે કહ્યું, “હું દેશની જનતાને કહેવા માંગુ છું કે સરકારની તમામ પ્રકારની સેવાઓમાં જો કોઈ સૌથી કઠિન સેવા હોય તો તે પોલીસની સેવા છે. દેશના દરેક નાગરિક માટે દરેક તહેવાર હોય છે, પરંતુ પોલીસકર્મી માટે કોઈ તહેવાર હોતો નથી. જે દિવસે આપણે બધા આપણા પરિવાર સાથે તહેવાર ઉજવીએ છીએ, તે દિવસે આપણો આ જવાન સ્થળ પર ઊભા રહીને આંતરિક સુરક્ષાની ચિંતા કરે છે. ટ્રાફિકની ચિંતા કરે છે, લોકોની સલામતીની ચિંતા કરે છે. પોતાના જીવનના સ્વર્ણકાળને પોતાના પરિવારથી દૂર રહીને રાષ્ટ્રને સમર્પિત કરવો એ ખૂબ મોટી સેવા છે.”

ગૃહમંત્રીએ સરહદ પર અને સમગ્ર દેશમાં તૈનાત CAPF (સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ) ના જવાનોનો પણ આભાર માન્યો અને અંદરની સુરક્ષા જાળવી રાખવા, ચૂંટણી કરાવવા અને લોકશાહી પ્રક્રિયાઓને સરળતાથી ચલાવવામાં તેમની ભૂમિકા પર ભાર મૂક્યો. અમિત શાહે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનો ઉલ્લેખ કર્યો. તેમણે બંગાળ જેવા રાજ્યમાં કોઈપણ જાનહાની વગર ચૂંટણી કરાવવા માટે CAPF જવાનોના વખાણ કર્યા, જ્યાં દરેક ચૂંટણીમાં સેંકડો લોકો પોતાના જીવ ગુમાવે છે.

અમિત શાહે બંગાળની ચૂંટણીનો ઉલ્લેખ કર્યો

તેમણે કહ્યું, “બંગાળની તાજેતરની ચૂંટણીઓને જ જોઈ લો. દેશે ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં ચૂંટણી સાથે જોડાયેલી હિંસાને ખતમ કરી દીધી હતી.પરંતુ બંગાળમાં આવી હિંસા હંમેશાં થતી રહી છે.અને દરેક ચૂંટણીમાં સેંકડો લોકોના જીવ જતા રહ્યા છે. હું CAPF ના તમામ જવાનોના દિલથી વખાણ કરવા માંગું છું; તેમણે કોઈપણ જાનહાની વગર બંગાળ વિધાનસભા ચૂંટણી કરાવવામાં ખૂબ મોટી સફળતા મેળવી છે, જેનાથી એક નવો બેન્ચમાર્ક સેટ થયો છે. હવે આ વાત બધા માની રહ્યા છે કે આખો દેશ ચૂંટણી સાથે જોડાયેલી હિંસાથી મુક્ત થઈ ગયો છે.”


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -