29.3 C
Ahmedabad
Saturday, October 17, 2026

ફતેપુરાના યુવા બ્લોગર જયેશ બરજોડે પોતાના જન્મદિને અનોખી પહેલ કરી: 40થી વધુ બાળકોને ભોજન કરાવી પ્રેરણાદાયી ઉજવણી કરી


આજના ભૌતિકવાદી યુગમાં મોટાભાગના લોકો પોતાના જન્મદિવસની ઉજવણી હોટેલો, પાર્ટીઓ કે અનાવશ્યક ખર્ચ કરીને કરતા હોય છે, ત્યારે ફતેપુરાના જાણીતા યુવા બ્લોગર જયેશ બરજોડ દ્વારા પોતાના જન્મદિવસ નિમિત્તે સમાજ માટે એક ઉત્કૃષ્ટ અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.

જયેશ બરજોડે પોતાના જન્મદિનની ઉજવણી કોઈ આડંબર વિના, ગ્રામીણ વિસ્તારના માસૂમ બાળકો વચ્ચે જઈને કરવાનો સરાહનીય નિર્ણય લીધો હતો. તેમણે ચારેલ ફળિયા વર્ગ ડુંગરાનાપાણી ખાતે આવેલી શાળાના 40થી વધુ બાળકોને ભાવતા ભોજન કરાવીને પોષણયુક્ત આહાર પીરસ્યો હતો.

પોતાના જન્મદિવસ જેવા ખાસ પ્રસંગે નાના બાળકોના મુખ પર સ્મિત લાવીને તેમણે આ દિવસને અર્થપૂર્ણ બનાવ્યો હતો. શાળાના બાળકો પણ આ પ્રેમાળ આવકાર અને ભોજન મેળવીને અત્યંત હર્ષિત થયા હતા.

યુવા બ્લોગર જયેશ બરજોડના આ ઉમદા અને માનવતાવાદી કાર્યને શાળા પરિવાર, સ્થાનિક ગ્રામજનો તેમજ સોશિયલ મીડિયા પર તેમના ચાહકો અને સર્વે લોકો દ્વારા તેમણે બિરદાવવામાં આવી રહ્યું છે.

વડીલો અને શિક્ષણપ્રેમીઓએ તેમના આ કાર્યની સરાહના કરી દીર્ઘાયુના આશીર્વાદ પાઠવ્યા હતા. તેમની આ અનોખી ઉજવણી સમાજના અન્ય યુવાનો માટે પણ જન્મદિવસ જેવા પ્રસંગોએ સદ્કાર્ય કરવાની એક નવી પ્રેરણા પૂરી પાડે છે.

અહેવાલ : યાસીર ગુડાલા,ફતેપુરા


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -