દાહોદ જિલ્લા અને ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્રો સુપ્રત: મતદાર યાદીમાં ગેરરીતિ અને ખેડૂતો માટે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ગંભીર માંગણીઓ
દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રજાના પડતર અને ગંભીર પ્રશ્નોને લઈને વહીવટી તંત્રને બે અલગ-અલગ આવેદનપત્રો પાઠવવામાં આવ્યા છે.
૧. ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિનું આવેદનપત્ર: ફતેપુરાને ત્વરિત ‘દુષ્કાળગ્રસ્ત’ જાહેર કરવા માંગ
ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારશ્રી (ફતેપુરા) ને આવેદનપત્ર આપીને જણાવવામાં આવ્યું છે કે ફતેપુરા તાલુકામાં 96 ગામો, 55 ગ્રામ પંચાયતો અને 2.36 લાખથી વધુ વસ્તી તથા 2.03લાખથી વધુ પશુધન આવેલું છે. આ વર્ષે ચોમાસા દરમિયાન ખૂબ જ ઓછો વરસાદ પડવાના કારણે ખેતીના પાકો સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે અને પાક બળીને ખાખ થઈ ગયો છે.

મુખ્ય માંગણીઓ:પાક નુકસાનીનો સર્વે: ફતેપુરા વિસ્તારમાં પડેલા ઓછા વરસાદ અને ખેતીમાં થયેલા નુકસાનનો ત્વરિત સરકારી ટીમ દ્વારા સર્વે કરવામાં આવે તેવી માંગ કરી.
દુષ્કાળગ્રસ્ત વિસ્તાર જાહેર કરવો: સરકારી નિયમો/ગાઇડલાઇન મુજબ ફતેપુરા તાલુકાને અછતગ્રસ્ત અને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે.
વળતર અને રાહત: પીડિત ખેડૂતોને પાક નુકસાનીનું યોગ્ય વળતર, રાહત સહાય અને ખાસ દુષ્કાળ પેકેજ આપવામાં આવે.
પાણી અને ઘાસચારો: પીવાના પાણીની અછત નિવારવા ટેન્કર તથા પશુઓ માટે અવાડા અને ઘાસચારાની તાત્કાલિક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે.
કૃષિ વિજબીલ અને લોનમાં રાહત આપવાની માંગ કરી: ખેડૂતોને કૃષિ વિજબીલ અને લોન ભરવામાં રાહત આપવી તથા રાહતના કામો શરૂ કરવા.
૨. જિલ્લા કોંગ્રેસ સમિતિનું આવેદનપત્ર: મતદાર યાદીમાંથી રદ કરાયેલા નામો અંગે વિરોધ અને ચિફ ઇલેક્શન કમિશનરને હટાવવાની માંગ
જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા “લોકશાહી બચાવો સપ્તાહ” અંતર્ગત પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલી ચકાસણીમાં દાહોદ જિલ્લાની 6 વિધાનસભા બેઠકો (ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા, દેવગઢબારિયા) પરથી 540000થી વધુ જીવિત અને કાયમી નાગરિકો/આદિવાસીઓના નામો ગેરકાયદેસર રીતે રદ (Delete / ASD) કરી દેવામાં આવ્યા છે.
મુખ્ય ચૂંટણી કમિશનર સામે કાર્યવાહી કરવાની માંગ: દેશના મુખ્ય ચૂંટણી કમિશનરશ્રીજ્ઞાનેશ કુમારને હોદ્દા પરથી દૂર કરી તેમની સામે તપાસ ચલાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
યાદી સાર્વજનિક કરવી: દાહોદ જિલ્લાની તમામ 6 વિધાસભા બેઠકોના રદ થયેલા 54,000+ નામો તથા ASD અને રિજેક્ટ થયેલા ફોર્મ-૬ ની યાદી કોંગ્રેસ પક્ષને ત્વરિત પૂરી પાડવામાં આવે.
પુનઃ ચકાસણી ચકાસણીની માંગ ઉઠી (Re-verification): રદ કરાયેલા તમામ નામોની BLA (બૂથ લેવલ એજન્ટ) ની પ્રત્યક્ષ હાજરીમાં પુનઃ સઘન ચકાસણી કરવામાં આવે અને સાચા મતદારોના નામો યાદીમાં ઉમેરવામાં આવે.
આંદોલનની ચેતવણી આપી બંને આવેદનપત્રોમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો વહીવટી તંત્ર દ્વારા આગામી 7 દિવસમાં યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે, તો તાલુકા અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આક્રમક રીતે ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન, ધરણાં અને ઘેરાવ કરવામાં આવશે.
અહેવાલ :કિશોર પણદા , ફતેપુરા
- Advertisement -
- Advertisement -