27 C
Ahmedabad
Tuesday, September 22, 2026

માઉન્ટ આબુ ખાતે યોજાયેલ મેસી ફર્ગ્યુસન DSP મેગા એવોર્ડમાં સમગ્ર ગુજરાતની ટીમો સાથે દાહોદના ‘સાગર ટ્રેક્ટર્સ’ પણ બેસ્ટ સેલ્સ એવોર્ડ મેળવી વિજેતા બન્યા


મેસી ફર્ગ્યુસન ટ્રેક્ટર કંપની દ્વારા માઉન્ટ આબુ ખાતે આયોજિત એક દિવસીય ‘DSP મેગા એવોર્ડ’ અને તાલીમ શિબિર કાર્યક્રમ ઉત્સાહભેર સંપન્ન થયો હતો. આ ખાસ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી આવેલી તમામ DSP ટીમોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રેષ્ઠ સેલ્સ કામગીરી બદલ દાહોદના ‘સાગર ટ્રેક્ટર્સ’ને પણ ‘બેસ્ટ સેલ્સ એવોર્ડ’ આપી ટ્રોફી સાથે વિજેતા જાહેર કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાગર ટ્રેક્ટર્સની આ સિદ્ધિથી સમગ્ર દાહોદ પંથકમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

માઉન્ટ આબુ ખાતેના એક દિવસીય તાલીમ કાર્યક્રમ દરમિયાન સમગ્ર ગુજરાતની DSP ટીમોને આધુનિક ટેકનોલોજી અને વિશેષ તાલીમ પૂરી પાડવામાં આવી હતી. સાથે જ મેસી કંપનીના વિવિધ નવા મોડલના ટ્રેક્ટર્સ લોન્ચ કરીને તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ખેડૂતોને સહેલાઈથી અને સરકારી સબસિડી સાથે મેસી ફર્ગ્યુસન કંપનીનું ટ્રેક્ટર મળી રહે તે માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

દાહોદનું ‘સાગર ટ્રેક્ટર્સ’ અવિરતપણે ખેડૂતોના હિતમાં કાર્યરત રહીને મેસી કંપનીના મોડલ્સ સરળતાથી ઉપલબ્ધ કરાવે છે. આ સફળતા બદલ સાગર ટ્રેક્ટર્સ દાહોદની સમગ્ર ટીમે વિજેતા ટ્રોફી સ્વીકારી હર્ષ વ્યક્ત કર્યો હતો અને ખેડૂતોને આવી જ શ્રેષ્ઠ સેવાઓ સતત આપતા રહેવાની કટિબદ્ધતા દર્શાવી હતી.

અહેવાલ : યાસીર ગુડાલા, દાહોદ


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -