27 C
Ahmedabad
Tuesday, September 22, 2026

એસ.જયશંકરે ભૂટાનને કેમ સોંપી 43 શુદ્ધ જર્સી ગાયો? જાણો ભારતની આ અનોખી ભેટ પાછળનું કારણ


ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર ભૂટાનના બૂમથાંગ પહોંચ્યા હતા.જ્યાં તેમણે ભારત-ભૂટાનના સંબંધોને વધુ મજબૂત બનાવતા અનેક કાર્યો કર્યા હતા. સ્થાનિક ખેડૂતોની મદદ માટે તેમણે શુદ્ધ નસલની 43 જર્સી ગાયો સોંપી હતી. ઐતિહાસિક વાંગદુએછોલિંગ પેલેસની મુલાકાત લીધી હતી અને પવિત્ર કુરજે લ્હાખાંગમાં પ્રાર્થના કરી હતી. જયશંકરે નેશનલ કેટલ બ્રીડિંગ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે, ભારાતમાંથી આવેલી આ ગાયો ભૂટાનના ડેરી કાર્યક્રમને વધુ મજબૂત બનાવશે.જયશંકરે કહ્યું કે, આનાથી દૂધનું ઉત્પાદન વધશે અને સ્થાનિક ખેડૂતોને ફાયદો થશે.

વાંગદુએછોલિંગ પેલેસ અને મ્યુઝિયમની મુલાકાત

આ વિશે માહિતી આપતા એસ. જયશંકરે ‘X’ પર લખ્યું, ‘બૂમથાંગના નેશનલ કેટલ બ્રીડિંગ સેન્ટરની મુલાકાત લીધી. દૂધનું ઉત્પાદન વધે અને ખેડૂતોને સહારો મળે તે માટે ભારતમાંથી 43 શુદ્ધ જર્સી ગાયો સોંપી છે. મને ખુશી છે કે આ કાર્યક્રમ 40 હજાર ખેડૂતો સુધી પહોંચશે.’

આ પછી જયશંકરે વાંગદુએછોલિંગ પેલેસ અને મ્યુઝિયમ નિહાળ્યું હતું. આ સ્થળ અગાઉ શાહી નિવાસ અને દરબાર હતું. અહીં ભૂટાનનો ઇતિહાસ, કલા, શિલ્પ અને વાસ્તુશૈલી જોવા મળે છે. જયશંકરે જણાવ્યું કે આ મહેલ આધુનિક ભૂટાનના નિર્માણમાં રાજતંત્રની ભૂમિકાનો પુરાવો છે.

ભૂટાનના વિદેશ મંત્રી સાથે મુલાકાત

જયશંકરે કુરજે લ્હાખાંગમાં પણ પ્રાર્થના કરી હતી.જે ભૂટાનના સૌથી પવિત્ર સ્થળોમાંનું એક છે. તેમણે લખ્યું, ‘પવિત્ર કુરજે લ્હાખાંગમાં શ્રદ્ધા વ્યક્ત કરી. આપણા લોકો અને ભારત-ભૂટાનનના સંબંધોની ભલાઈ માટે પ્રાર્થના કરી.’

જયશંકરે ભૂટાનના વિદેશ મંત્રી લ્યોનપો ડી.એન. ધુંગયેલ સાથે પણ મુલાકાત કરી હતી. બંનેએ વિકાસ ભાગીદારી, ઉર્જા, વેપાર, કનેક્ટિવિટી, સંસ્કૃતિ અને લોકો વચ્ચેના સંબંધો પર ચર્ચા કરી હતી..જયશંકરે કહ્યું કે, આ ચર્ચાઓ બંને દેશો વચ્ચેના વિશ્વાસ અને સદ્ભાવનાને દર્શાવે છે.

ભૂટાનના સત્તાવાર પ્રવાસે છે જયશંકર

બેઠક બાદ બંને મંત્રીઓએ પાયાના માળખા (ઇન્ફ્રાસ્ટ્રક્ચર), ઉર્જા અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલા અનેક મોટા દ્વિપક્ષીય પ્રોજેક્ટ્સનો શુભારંભ કર્યો હતો. આ ભારત-ભૂટાનના ભાગીદારીની મજબૂતાઈને રેખાંકિત કરે છે.

જયશંકર 16-17 સપ્ટેમ્બરના રોજ ભૂટાનના સત્તાવાર પ્રવાસે છે. આ પ્રવાસ ભૂટાનના વિદેશ મંત્રી ધુંગયેલના નિમંત્રણ પર યોજાયો છે. આ દરમિયાન તેઓ ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને વડાપ્રધાન શેરિંગ તોબગે સાથે શાહી મુલાકાત કરશે. ઉલ્લેખનીય છે કે, ભારત અને ભૂટાન વચ્ચે અત્યંત ગાઢ અને સારા સંબંધો રહેલા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -