27 C
Ahmedabad
Tuesday, September 22, 2026

“મને ત્યાં દાઉદે બોલાવી નહોતી..” અંડરવર્લ્ડ ડોન સાથેની વાયરલ તસવીરે બરબાદ કરી નાખી જિંદગી, અભિનેત્રી મંદાકિનીએ વર્ષો પછી તોડ્યું મૌન


રાજ કપૂરની ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’થી સિનેમા જગતમાં પગ મૂકતા જ મંદાકિની ચારેય તરફ છવાઈ ગઈ હતી. જ્યારે મંદાકિનીએ અભિનય કરિયરની શરૂઆત કરી ત્યારે તેની ઉંમર માત્ર 16 વર્ષની હતી. અને એક જ ફિલ્મે તેને સ્ટાર બનાવી દીધી હતી. ફિલ્મના કેટલાક દ્રશ્યો પર વિવાદ પણ થયો હતો.જેમાં તેનો ઝરણાવાળો સીન પણ સામેલ હતો. મંદાકિનીના કરિયરની શરૂઆત જ વિવાદો સાથે થઈ અને પછી એક એવી તસવીર સામે આવી, જેણે તેની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને કઠેડામાં લાવીને ઊભી કરી દીધી. વર્ષ 1994માં મંદાકિનીની એક તસવીર સામે આવી હતી.જેમાં તે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે દુબઈના શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની મેચ જોતી નજરે પડી હતી. જેવી આ તસવીર સામે આવી કે તરત જ તેમના સંબંધોને લઈને વાતો વહેતી થઈ ગઈ. પરંતુ, હવે વિવાદના વર્ષો બાદ મંદાકિનીએ તે ફોટો પર ખુલીને વાત કરી છે અને એકવાર ફરી પૂર્વમાં દાઉદ ઈબ્રાહિમ સાથે કથિત સંબંધોને નકાર્યા છે.

વિવાદિત તસવીર પર છલકાયું મંદાકિનીનું દર્દ

મંદાકિનીએ દુબઈના શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાંથી સામે આવેલી પોતાની તે તસવીર વિશે ખુલીને વાત કરી, જેમાં તે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે બેસીને ભારત-પાકિસ્તાનની મેચ જોતી નજરે પડી હતી. વાતચીત દરમિયાન મંદાકિનીએ કહ્યું કે તે દાઉદ ઈબ્રાહિમના બોલાવવાથી દુબઈ ગઈ નહોતી. તેણે દાવો કર્યો કે તે પોતાના એક શોના કારણે દુબઈ ગઈ હતી, ત્યારબાદ તે ક્રિકેટ મેચ જોવા ગઈ અને જ્યાં તે બેઠી હતી તેની બાજુમાં જ દાઉદ ઈબ્રાહિમ બેઠો હતો અને આ દરમિયાન કોઈએ આ તસવીર ખેંચી લીધી, જેના કારણે એવી અટકળો લગાવવામાં આવી જેના પર તેનું કોઈ નિયંત્રણ નહોતું.

શું બોલી મંદાકિની?

દાઉદ સાથે લીધેલી પોતાની જૂની તસવીર પર પ્રતિક્રિયા આપતા મંદાકિનીએ કહ્યું- ‘એક આર્ટિસ્ટ તરીકે તમે ઘણા લોકોને મળો છો અને તેમાં કોઈ ભેદભાવ કરતા નથી. લોકો ભલે ગમે તે લખે કે બોલે, તેના પર આપણું કોઈ નિયંત્રણ હોતું નથી. એક આર્ટિસ્ટ દરરોજ સેંકડો લોકોને મળે છે અને આપણા માટે બધા એક સરખા હોય છે. ત્યાં ઘણા બધા લોકો હતા… કોની સાથે ફોટો પડાવવો, કોની સાથે નહીં… અમે એક શો માટે ત્યાં ગયા હતા. મને દાઉદે ત્યાં બોલાવી નહોતી. આ તસવીરની મારી ફિલ્મી કારકિર્દી પર ખૂબ જ ખરાબ અસર પડી. તે વિવાદથી ઘણું નુકસાન થયું, બાદમાં ખબર પડી કે આ બધી બાબતોને સંભાળવા માટે એક ટીમ હોવી જોઈએ. જો કે, મેં દરેક જગ્યાએ તે અફવાઓનું ખંડન કર્યું. હું નહોતી જાણતી કે બાબતોને કેવી રીતે વિવાદ બનાવવામાં આવે છે અને તેને માર્કેટમાં કેવી રીતે લાવવામાં આવે છે.’

1993માં દુબઈ ભાગી ગયો હતો દાઉદ

દાઉદ ઈબ્રાહિમ 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટ બાદ દુબઈ ભાગી ગયો હતો. ત્યારથી જ પોલીસ તેની શોધમાં હતી. ત્યારબાદ 1994માં મંદાકિની અને દાઉદની સાથેની તસવીરો સામે આવી, જેનાથી દેશભરમાં ખળભળાટ મચી ગયો. બંનેના અફેરની ખબરો પણ ઉડી, ત્યારબાદ પોલીસે મંદાકિનીની દાઉદ ઈબ્રાહિમ વિશે પૂછપરછ કરી હતી. જો કે, બાદમાં અભિનેત્રીને આ મામલામાં ક્લીનચીટ મળી ગઈ અને પછી તેણે ડોનથી પણ અંતર બનાવી લીધું અને ધીમે-ધીમે લાઈમલાઈટથી પણ દૂર થઈ ગઈ.

‘રામ તેરી ગંગા મૈલી’થી થઈ હતી પ્રખ્યાત

ઉલ્લેખનીય છે કે, મંદાકિનીએ રાજ કપૂરની ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.જે 1985માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં મંદાકિની સાથે રાજીવ કપૂર મુખ્ય ભૂમિકામાં હતા અને બોક્સ ઓફિસ પર આ ઓલ ટાઇમ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આ પછી તેણે ‘ડાન્સ ડાન્સ’, ‘જીતે હૈ શાન સે’, ‘જીવા’, ‘જાલ’, ‘લોહા’ અને ‘નાગ નાગિન’ જેવી ફિલ્મોમાં કામ કર્યું અને કેટલાક વર્ષો પછી ફિલ્મી દુનિયાથી દૂરી બનાવી લીધી. પર્સનલ લાઇફની વાત કરીએ તો, મંદાકિનીએ પૂર્વ બૌદ્ધ ભિક્ષુક ડૉ. કાગ્યુર ટી રિનપોચે ઠાકુર સાથે લગ્ન કર્યા છે.જેનાથી તેને બે બાળકો એક પુત્ર રાબિલ અને પુત્રી રબજે ઇનાયા છે. તાજેતરમાં મંદાકિનીની પુત્રી રબજેની તસવીરો પણ ખૂબ ચર્ચામાં રહી હતી. મંદાકિની અક્ષર પોતાના પરિવાર સાથે તસવીરો શેર કરતી રહે છે.

અભિનેત્રી મંદાકીનીનું મૂળ અને જન્મનું નામ યાસમીન જોસેફ (Yasmeen Joseph) છે.જ્યારે તેમણે ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો ત્યારે પ્રખ્યાત દિગ્દર્શક રાજ કપૂરે તેમનું નામ બદલીને ‘મંદાકીની’ રાખ્યું હતું. આ ઉપરાંત, ફિલ્મી કરિયરની શરૂઆતમાં એક અન્ય ફિલ્મ માટે તેમનું નામ ‘માધુરી’ રાખવાનું પણ નક્કી થયું હતું, પરંતુ તે ફિલ્મ મોડી પડતાં તે નામ રહ્યું નહોતું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -