ટીમ ઈન્ડિયાએ જીત્યો મહિલા T20 એશિયા કપનો ખિતાબ, ફાઇનલમાં શ્રીલંકાની મહિલા ટીમને 72 રને હરાવી
વુમેન્સ એશિયા કપ 2026ની ફાઇનલ ભારત અને શ્રીલંકા વચ્ચે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 72 રને હરાવીને 8મી વખત એશિયા કપ ટ્રોફી પોતાના નામે કરી. આ મેચમાં ભારતે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 183 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં 111 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. શ્રીલંકા તરફથી આ મેચમાં કેપ્ટન ચમારી અટાપટ્ટુએ સૌથી વધુ 36 રન બનાવ્યા.
ભારત માટે શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ ફટકારી અડધી સદી
ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. ઓપનર સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ ટીમને ખૂબ જ શાનદાર શરૂઆત અપાવી અને બંને વચ્ચે પહેલી વિકેટ માટે 129 રનની મોટી ભાગીદારી થઈ. શેફાલીએ તોફાની બેટિંગ કરતા 39 બોલમાં 68 રન બનાવ્યા, જેમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ હતા. આ પછી સ્મૃતિ મંધાના પણ 39 બોલમાં 59 રન (5 ચોગ્ગા, 3 છગ્ગા) બનાવીને આઉટ થઈ ગઈ.
શરૂઆતમાં જે રીતે બંને બેટિંગ કરી રહી હતી, તેને જોઈને લાગી રહ્યું હતું કે ભારત 200 રનનો આંકડો સરળતાથી પાર કરી લેશે. પરંતુ પહેલી વિકેટ પડતા જ ભારતીય ઇનિંગ અચાનક લડથડી ગઈ. ટીમે માત્ર 54 રનની અંદર પોતાની આગામી 4 વિકેટ ગુમાવી દીધી. રિચા ઘોષે 17 અને કેપ્ટન હરમનપ્રીત કૌરે 14 રન બનાવ્યા, જ્યારે જી. કમાલિની 15 રન બનાવીને અણનમ રહી. શ્રીલંકા તરફથી બોલરોએ મેચમાં સુંદરી વાપસી કરી અને મિતાલી અયોધ્યા, ચમારી અટાપટ્ટુ અને ચામુદી પ્રબોધાએ 1-1 વિકેટ ઝડપી.
ભારતીય બોલરો સામે શ્રીલંકાએ ટેકવ્યા ઘૂંટણ
ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની શરૂઆત સારી રહી નહીં. માત્ર 4 રનના સ્કોર પર ટીમને પહેલો ઝટકો લાગ્યો, જ્યારે ઇમેશા દુલાની 4 રન બનાવીને પેવેલિયન પરત ફરી. આ પછી ચમારી અટાપટ્ટુ અને વિશ્મી ગુણરત્ને વચ્ચે બીજી વિકેટ માટે 58 રનની ભાગીદારી થઈ. અટાપટ્ટુ 32 બોલમાં 36 રન બનાવીને આઉટ થઈ ગઈ. તેની વિકેટ પડવાની સાથે જ શ્રીલંકાની ઇનિંગ લડથડી ગઈ. વિશ્મી ગુણરત્નેએ 20 અને નિલાક્ષી સિલ્વાએ 22 રનનું યોગદાન આપ્યું. પરંતુ તેમની આ ઇનિંગ ટીમને જીત અપાવવા માટે પૂરતી નહોતી. ભારત તરફથી શ્રી ચરણીએ સૌથી વધુ 4 વિકેટ ઝડપી
- Advertisement -
- Advertisement -