BRICS સમિટ 2026: ભારત અને ચીન વચ્ચે મોટી સમજૂતી, 7 મહત્ત્વના મુદ્દાઓ પર સહમતિ અને PM મોદીની કૂટનીતિની મોટી જીત
BRICS સમિટ 2026માંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે કે 7 વર્ષના અંતરાલ બાદ ભારત અને ચીને ખુલ્લા દિલથી એકબીજાની નીતિઓનું સમર્થન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સમક્ષ વિશ્વાસના ત્રણ ‘મ્યુચ્યુઅલ’ (પરસ્પર) પર ભાર મૂક્યો છે, જેમાં પરસ્પર સન્માન, પરસ્પર સંવેદનશીલતા અને પરસ્પર હિતનો સમાવેશ થાય છે. આ શિખર સંમેલનમાં ભારત અને ચીન વચ્ચે 7 મહત્ત્વના મુદ્દાઓ પર પણ સમજૂતી સધાઈ છે.
ભારત-ચીન વચ્ચેના 7 મહત્ત્વના મુદ્દાઓ
સંબંધોને વ્યૂહાત્મક અને દીર્ઘકાલીન દ્રષ્ટિકોણથી જોવામાં આવશે.
મતભેદોને વિવાદમાં બદલવા દેવામાં આવશે નહીં.
સરહદ વિવાદનો ન્યાયી અને સ્વીકાર્ય ઉકેલ શોધવામાં આવશે.
વેપારી અને સાંસ્કૃતિક સંબંધોને વેગ આપવામાં આવશે.
બંને દેશોના નાગરિકો વચ્ચે પરસ્પર આવાગમનને પ્રોત્સાહન અપાશે.
આર્થિક અને વેપારી ચિંતાઓનું નિરાકરણ લાવવામાં આવશે.
ક્ષેત્રીય અને વૈશ્વિક પડકારો પર પરસ્પર સહયોગ વધારવામાં આવશે.
મતભેદો વિવાદ ન બનવા જોઈએ
આ બેઠકમાં પીએમ મોદીએ સ્વીકાર્યું કે બંને દેશો વચ્ચે મતભેદો છે, પરંતુ સાથે જ સ્પષ્ટ કર્યું કે આ મતભેદો વિવાદમાં ન ફેરવાવા જોઈએ. બીજી તરફ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ સ્વીકાર્યું કે દુનિયાના બે સૌથી વધુ વસ્તી ધરાવતા દેશો અને ‘ગ્લોબલ સાઉથ’ના મહત્ત્વપૂર્ણ સભ્યો તરીકે બંનેની જવાબદારી મોટી છે, તેથી સાથે મળીને કામ કરવું પડશે. આ ઉપરાંત, સમિટના બીજા દિવસે વિશ્વના નેતાઓને સંબોધિત કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે આપણી વિવિધતા આપણી ઓળખ રહે અને આપણો સહયોગ આપણી પ્રેરણા બને.
બ્રિક્સમાં કારગર સાબિત થઈ PM મોદીની કૂટનીતિ
આ સમગ્ર ઘટનાક્રમમાં પીએમ મોદીની કૂટનીતિની મોટી કસોટી હતી. પરંતુ બ્રિક્સના ઘોષણાપત્રમાંથી બહાર આવેલી બાબતો ભારતની મોટી કૂટનીતિક જીત દર્શાવે છે. જે આ પાંચ મુદ્દાઓ પરથી સ્પષ્ટ થાય છે
યુએનએસસી (UNSC):
અગાઉ હંમેશા વિરોધ કરનાર ચીને હવે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતનું સમર્થન કરવાનું નક્કી કર્યું છે અને ‘ન્યુ દિલ્હી ડિક્લેરેશન’ પર હસ્તાક્ષર પણ કર્યા છે.
આતંકવાદ વિરોધી વલણ:
પહેલગામ આતંકી હુમલાની સખત નિંદા કરવામાં આવી છે.
શૂન્ય સહનશીલતા:
આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે, જેના પર તમામ સભ્ય દેશોએ એકસૂર થઈને સહમતિ દર્શાવી છે.
મધ્ય પૂર્વમાં શાંતિ:
મધ્ય પૂર્વ (મિડિલ-ઈસ્ટ)માં શાંતિની જે વેરભૂમિકા ભારત હંમેશાથી સમર્થન કરતું આવ્યું છે, તેના પર પણ બ્રિક્સની મહોર લાગી છે.
ટેરિફ સામે પ્રસ્તાવ:
તમામ દેશોએ એક થઈને ટેરિફને લઈને ચાલી રહેલી મનમાની સામે એક સંયુક્ત પ્રસ્તાવ પાસ કર્યો છે.
- Advertisement -
- Advertisement -