27 C
Ahmedabad
Tuesday, September 22, 2026

જાવા સાગરમાં મોટો દરિયાઈ અપઘટન: 240 મુસાફરો સાથે જઈ રહેલું જહાજ રહસ્યમય રીતે લાપતા, સઘન શોધખોળ શરૂ


ઇન્ડોનેશિયાના જાવા સાગરમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.જ્યાં 240લોકોની સવારી ધરાવતું એક પેસેન્જર જહાજ અચાનક સંપર્ક વિહોણું થઈ ગયું છે. પૂર્વ જાવા પ્રંતના સુરાબાયા બંદરગાહથી દક્ષિણ કાલીમંતન તરફ રવાના થયેલું આ જહાજ ગંતવ્ય સ્થાને પહોંચતા પહેલા જ રડાર અને કોમ્યુનિકેશન નેટવર્કથી બહાર થઈ ગયું છે. હાલમાં ઇન્ડોનેશિયાઈ બચાવ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

ખરાબ હવામાન વચ્ચે તૂટ્યો સંપર્ક

મળતી માહિતી મુજબ, ‘વર્કો ટ્રાન્સપોર્ટ 8’ (Virgo Transport 8) નામના આ જહાજે શનિવારે સ્થાનિક સમય અનુસાર સવારે 10:13વાગ્યે ઇન્ડોનેશિયાના બીજા સૌથી મોટા શહેર સુરબાયાથી પ્રયાણ કર્યું હતું. આ જહાજ બંજારમાસિન શહેર તરફ જઈ રહ્યું હતું. જહાજના ઓપરેટર પીટી વર્ગો યોએલ રિહી (PT Virgo Yoel Rihi) ના જણાવ્યા અનુસાર, દરિયામાં ભારે ખરાબ હવામાનનો સામનો કર્યા બાદ જહાજનો સંપર્ક તૂટી ગયો હતો.

અધિકારીઓએ જણાવ્યું છે કે જહાજની છેલ્લી લોકેશન જાવ સાગરમાં મળી હતી. જે બંજારમાસિનના એક પિયરથી આશરે 148 કિલોમીટર દૂર હતી. જહાજમાં મોટી સંખ્યામાં મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સવાર હોવાથી વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

બચાવ દળો દ્વારા સઘન સર્ચ ઓપરેશન

ઘટનાની ગંભીરતાને જોતાં બંજારમાસિનના બસિરીહ સર્ચ એન્ડ રેસ્ક્યુ પિયર પરથી તાત્કાલિક રેસ્ક્યુ ટીમ અને બચાવ જહાજોને ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા છે.

બંજારમાસિન સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓફિસના પ્રમુખ આઈ પુતુ સુદાયાનાએ વીડિયો બ્રીફિંગમાં માહિતી આપી હતી કે, “અમે ઉપલબ્ધ તમામ કર્મચારીઓ અને સંસાધનોને કામે લગાડ્યા છે.” તેમણે ઉમેર્યું હતું કે સ્થાનિક દરિયાઈ સુરક્ષા અધિકારીઓ અને સંબંધિત એજન્સીઓ સાથે મળીને સંકલિત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સાથે જ વિસ્તારની પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ પર પણ સતત નજર રાખવામાં આવી રહી છે.

હાલની સ્થિતિએ જહાજ પર સવાર મુસાફરો કે ક્રૂ મેમ્બર્સ વિશે કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી.પરંતુ આટલી મોટી સંખ્યામાં લોકોના લાપતા થવાથી દરિયાઈ સુરક્ષા પ્રત્યે ગંભીર ચિંતાઓ ઊભી થઈ છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -