32 C
Ahmedabad
Wednesday, September 2, 2026

ભારત આદિવાસી પાર્ટી (BAP) ફતેપુરા તાલુકામાં નવી નિમણૂકો કરાઈ; 1500થી વધુ લોકો પક્ષમાં જોડાયા


ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે બારીયા ફળિયા ખાતે ભારત આદિવાસી પાર્ટી (BAP)ની એક મહત્વપૂર્ણ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત આદિવાસી પાર્ટીના પ્રમુખ મહેન્દ્ર પારગી તેમજ પક્ષના અન્ય તમામ વરિષ્ઠ હોદ્દેદારોની વિશેષ ઉપસ્થિતિમાં આ બેઠક સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.

મીટિંગ દરમિયાન સંસ્થાના સંગઠનને વધુ મજબૂત કરવાના હેતુથી હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

આઇટીસીએલ પ્રમુખ (ફતેપુરા): અંબાલાલભાઈ હુમાભાઈ બારીયા (રહે. ઘુઘસ)

યુવા મોરચા પ્રમુખ (ફતેપુરા): અમિતભાઈ સમસુભાઈ બારીયા (રહે. ઘુઘસ)

VCC અધ્યક્ષ (ઘુઘસ પંચાયત): દિપકભાઈ મકનભાઈ કટારા

આ કાર્યક્રમ દરમિયાન ભારત આદિવાસી પાર્ટીની વિચારધારા અને નીતિઓથી પ્રભાવિત થઈને આશરે 150 થી 200 જેટલા નવા મતદારો અને કાર્યકર્તાઓ ઉત્સાહભેર પક્ષમાં જોડાયા હતા.

ઉપસ્થિત તમામ અગ્રણીઓએ નવા વરાયેલા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી અને આદિવાસી સમાજના હક્ક તેમજ વિસ્તારના વિકાસ માટે સક્રિય રીતે કાર્ય કરવાની હાકલ કરી હતી.

અહેવાલ : યાસીર ગુડાલા, દાહોદ


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -