32 C
Ahmedabad
Wednesday, September 2, 2026

ઝાલોદના સામાજિક કાર્યકર નીલમબેન વસૈયાએ સુખસર ખાતે ૧૧૨ ‘જનરક્ષક’ ટીમ સાથે રક્ષાબંધનની ઉજવણી કરી


ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ, અતૂટ વિશ્વાસ અને લાગણીના બંધનને ઉજવતો પાવન પર્વ એટલે રક્ષાબંધન. આ નિમિત્તે ઝાલોદના જાણીતા સામાજિક કાર્યકર નીલમબેન વસૈયા દ્વારા સુખસર ખાતે ૧૧૨ ‘જનરક્ષક’ (ઈમરજન્સી સેવાની) ટીમ સાથે હર્ષોલ્લાસપૂર્વક રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી.

દિવસ રાત જનતાની સુરક્ષા અને સેવા માટે તૈનાત રહેતા 112 ‘જનરક્ષક’ ટીમના કર્મચારીઓને નીલમબેન વસૈયાએ રાખડી બાંધીને તેમના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. પોતાના ઘર અને પરિવારથી દૂર રહીને સમાજની રક્ષા કરતા સુરક્ષાકર્મીઓ પ્રત્યે કૃતજ્ઞતા અને લાગણી વ્યક્ત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે 112 જનરક્ષક ટીમના જવાનોએ પણ નીલમબેનનો આભાર માન્યો હતો અને રક્ષાબંધનના આ પવિત્ર દિવસે સમાજની સુરક્ષા અને સેવા માટેની પોતાની કટિબદ્ધતા દોહરાવી હતી. સમગ્ર કાર્યક્રમ પ્રેમ અને ઉત્સાહસભર વાતાવરણમાં સંપન્ન Such હતો.

અહેવાલ : યાસીર ગુડાલા,દાહોદ


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -