32 C
Ahmedabad
Wednesday, September 2, 2026

ઝાલોદમાં એકલ ગ્રામોત્થાન ફાઉન્ડેશન દ્વારા રક્ષાસૂત્ર બંધન કાર્યક્રમ યોજાયો


ગ્રામ્ય વિસ્તારમાં આત્મનિર્ભરતા, સેવા અને સંસ્કારની પ્રવૃત્તિઓમાં અગ્રેસર એકલ ગ્રામોત્થાન ફાઉન્ડેશન દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે ઝાલોદ પોલીસ વિભાગીય કચેરી, ઝાલોદ પોલીસ સ્ટેશન, સબજેલ તથા 108 ઇમરજન્સી સેવા ખાતે રક્ષાસૂત્ર બંધન કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે ફાઉન્ડેશનના કાર્યકરોએ ડીવાયએસપી પટેલ સાહેબ, પી.આઈ. રવિ ગામીત સાહેબ, જેલર દિનેશ પટેલ સાહેબ, પોલીસ સ્ટાફ, 108 સેવા કર્મચારીઓ તેમજ સબજેલમાં રહેલા આરોપીઓને રક્ષાસૂત્ર બાંધી સેવા અને સુરક્ષા પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજની સુરક્ષા અને જનસેવામાં સતત કાર્યરત પોલીસ કર્મચારીઓ, 108 સેવા કર્મચારીઓ તથા જેલ તંત્ર સાથે આત્મીયતા અને ભાઈચારો વધારવાનો હતો. રક્ષાસૂત્રના માધ્યમથી સેવા, સંસ્કાર અને સામાજિક એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં એકલ ગ્રામોત્થાન ફાઉન્ડેશનના ઉત્તર ગુજરાત ભાગ મહિલા પ્રમુખ પેનલબેન પંચાલ, નિલેશ્વરીબેન પંચાલ, નિમિષાબેન પંચાલ, સુરેખાબેન કટારા, અનિલભાઈ પંચાલ, મનીષભાઈ પંચાલ, સમુભાઈ કટારા, રાહુલભાઈ મકવાણા સહિત સંસ્થાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન પોલીસ વિભાગ, 108 સેવા અને જેલ સ્ટાફ દ્વારા ફાઉન્ડેશનના આ સેવા અને સંસ્કારલક્ષી પ્રયાસને આવકારવામાં આવ્યો હતો.

અહેવાલ : તરંગ પટેલ,દાહોદ


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -