31 C
Ahmedabad
Wednesday, September 2, 2026

અભિનેતા અજય દેવગણને સ્ટાર બનાવનાર જાણીતા દિગ્દર્શક કૂકૂ કોહલીનું હાર્ટ એટેકથી નિધન, 77 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ


પ્રસિદ્ધ ફિલ્મમેકર કૂકૂ કોહલીનું 77 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી દુઃખદ અવસાન થયું છે. તેમણે વર્ષ 1991માં આવેલી સુપરહિટ ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’નું દિગ્દર્શન કર્યું હતું, જેના દ્વારા અજય દેવગણે બોલિવૂડમાં શાનદાર ડેબ્યૂ કર્યું હતું.

​ફિલ્મમેકર અને તેમના મિત્ર અશોક પંડિતના જણાવ્યા અનુસાર, સ્વાસ્થ્ય સંબંધિત અસ્વસ્થતા જણાતા તેમને ગઈકાલે કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સાંજે આશરે 4:30 વાગ્યે હાર્ટ એટેકને કારણે તેમનું અવસાન થયું હતું. તેમના પરિવારમાં પત્ની તથા અભિનેત્રી અરુણા ઈરાની અને પ્રથમ લગ્નથી બે પુત્રીઓ છે. આજે બુધવારે ઓશિવરા સ્મશાન ગૃહ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

​હિન્દી સિનેમામાં કૂકૂ કોહલીની સફર

​કૂકૂ કોહલી એક પ્રખ્યાત ભારતીય ફિલ્મ નિર્માતા, લેખક, સંપાદક અને દિગ્દર્શક હતા. તેમણે પોતાની સિનેમા સફરની શરૂઆત દિગ્ગજ ફિલ્મમેકર રાજ કપૂર સાથે મળીને કરી હતી અને ‘બોબી’, ‘સત્યમ શિવમ સુંદરમ’ તથા ‘પ્રેમ રોગ’ જેવી મહાન ફિલ્મોમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. સ્વતંત્ર દિગ્દર્શક બનતા પહેલા તેમણે ‘બેતાબ’ અને ‘અર્જુન’ જેવી ફિલ્મોમાં સેકેન્ડ-યુનિટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું હતું.

​વર્ષ 1991ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’ એ તેમની કારકિર્દીનું સૌથી મોટું સીમાચિહ્ન સાબિત થઈ. આ ફિલ્મથી અજય દેવગણે એન્ટ્રી કરી અને તે બોક્સ ઓફિસ પર અત્યંત સફળ રહી હતી. આ સફળતા બાદ તેમણે ‘સુહાગ ‘ (1994), ‘હકીકત’ (1995), ‘ઝુલ્મી’ (1999), ‘કોહરામ’ (1999) અને ‘અનાડી નંબર 1’ (1999) જેવી લોકપ્રિય ફિલ્મોનું દિગ્દર્શન કર્યું. 2000ના દાયકામાં તેમની ‘યે દિલ આશિકાના’ (2002) અને ‘વો તેરા નામ થા’ (2004) ફિલ્મો પણ દર્શકો વચ્ચે ખૂબ લોકપ્રિય રહી હતી.જે તેમના શાનદાર સંગીત માટે વિશેષ જાણીતી બની હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -