32 C
Ahmedabad
Wednesday, September 2, 2026

ટચ ધ લાઈટ સ્કૂલમાં સરકારી સાધનસામગ્રી મળ્યાના આક્ષેપથી ખળભળાટ


ફતેપુરા તાલુકાની ‘ટચ ધ લાઈટ’ ખાનગી શાળામાં સરકારી શાળાઓ તથા સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત આપવામાં આવતી શૈક્ષણિક અને રમત-ગમતની સાધનસામગ્રીનો ઉપયોગ થતો હોવાના આક્ષેપોને પગલે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

AAP નેતા યુવરાજસિંહ જાડેજાની હાજરીમાં પોલીસ તથા શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા શાળામાં સરપ્રાઈઝ તપાસ કરવામાં આવી હોવાની માહિતી છે. તપાસ દરમિયાન ચાર ડિજિટલ બોર્ડ, પુસ્તકો તેમજ રમત-ગમતની સામગ્રી મળી આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મળેલી સામગ્રી અંગે અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

આ ઉપરાંત શાળાના ટ્રસ્ટીઓ પૈકી કેટલાક વ્યક્તિઓ સરકારી સેવામાં ફરજ બજાવતા હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. આક્ષેપોમાં પૂર્વીબેન ઉપાધ્યાય, અલ્કેશ પ્રજાપતિ અને ભરત પંચાલના નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સંબંધિત વ્યક્તિઓની સરકારી સેવા તથા શાળાના ટ્રસ્ટી તરીકેની ભૂમિકા અંગે સત્તાવાર પુષ્ટિ સંબંધિત વિભાગ દ્વારા થવાની બાકી છે.

નવાઈની વાત એ છે કે, આક્ષેપ મુજબ શાળાના ટ્રસ્ટી તરીકે સંકળાયેલા કેટલાક વ્યક્તિઓ સરકારી સેવામાં ફરજ બજાવી રહ્યા છે અને બીજી તરફ સરકારી શાળાઓ માટેની સાધનસામગ્રી ખાનગી શાળામાં મળી આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો આ સાધનસામગ્રી ખરેખર સરકારી શાળાઓ અથવા સરકારી યોજના હેઠળ ફાળવવામાં આવેલી હોવાનું તપાસમાં બહાર આવે, તો તે ખાનગી શાળામાં કેવી રીતે પહોંચી? કોની મંજૂરીથી પહોંચી? અને તેનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો? તેવા અનેક સવાલો હાલ ઊભા થયા છે.

સરકારી સાધનસામગ્રી ખાનગી સંસ્થામાં કેવી રીતે પહોંચી અને તેનો ઉપયોગ કયા સંજોગોમાં થયો તે અંગેની તપાસ બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે. જો સરકારી સાધનસામગ્રીના ગેરકાયદેસર ઉપયોગ અથવા નિયમભંગની પુષ્ટિ થાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. શાળા સીલ કરવાની તજવીજ અંગે પણ માહિતી સામે આવી છે.

રિપોર્ટર : કિશોર પણદા,ફતેપુરા


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -