જાગૃતિ કન્યા વિદ્યાલય, ફતેપુરા ખાતે 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અત્યંત હર્ષોલ્લાસ અને દેશભક્તિસભર માહોલમાં કરવામાં આવી હતી.

કાર્યક્રમના અધ્યક્ષસ્થાને વલુના ગામ પંચાયતના સરપંચ શ્રીમતી મીનાક્ષીબેન જયંતીભાઈ બરજોડ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત તાલુકા પંચાયત સભ્ય શ્રી હિતેષભાઈ જયંતીભાઈ બરજોડ, વલુંડા ગામના અગ્રણી મહાનુભવો શ્રી રમેશભાઈ પરમાર, શ્રી પર્વતભાઈ તાવિયાડ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી.

ધ્વજવંદન અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ
કાર્યક્રમ દરમિયાન વિધિવત રીતે રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશના સ્વાતંત્ર્ય સંગ્રામના શહીદો અને રાષ્ટ્રનાયકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.





