28 C
Ahmedabad
Thursday, August 13, 2026

પેટમાં ગંભીર અવરોધથી પીડાતા 22 વર્ષીય યુવકને બનાસ સિવિલમાં મળ્યું નવજીવન


બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના આકેસણ ગામના 22 વર્ષીય રમેશભાઈ છેલ્લા કેટલાક સમયથી પેટમાં દુખાવો, પેટમાં ભરાવો અને વારંવાર ઊલટી થવાની તકલીફથી પીડાઈ રહ્યા હતા. યુવક માનસિક બીમારીથી પણ પીડાતા હોવાથી પરિવારજનો માટે તેમની સારવાર વધુ પડકારરૂપ બની હતી.

પરિવારજનોના જણાવ્યા મુજબ, યુવક અગાઉ રાત્રિના સમયે પરિવારને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયા હતા અને લગભગ એક મહિના સુધી વિસનગર આસપાસ રહ્યા હતા. પરિવારજનોએ તેમને શોધી પરત ઘરે લાવ્યા બાદ પેટમાં દુખાવો અને ઊલટીની તકલીફ જણાતાં તાત્કાલિક પાલનપુરની બનાસ જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં દર્દીની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખીને MMU વોર્ડમાં જરૂરી દવાઓ અને સારવાર આપવામાં આવી હતી. સાથે જ સર્જરી વિભાગ દ્વારા પેટની તકલીફ અંગે જરૂરી તપાસ હાથ ધરાઈ હતી.

પ્રાથમિક તપાસમાં ચેસ્ટ એક્સ-રે અને એબ્ડોમિન એક્સ-રે દરમિયાન જઠર (Stomach)માં અસામાન્ય ફૂલાવો એટલે કે Dilated Stomach જોવા મળ્યો હતો. ત્યારબાદ સોનોગ્રાફી અને CT Scan Whole Abdomen કરવામાં આવ્યા હતા. CT સ્કેનમાં SMA ,syndrome ) સાથે સંબંધિત ગંભીર અવરોધની સ્થિતિ સામે આવી હતી, જેના કારણે ખોરાક જઠરમાંથી આગળ નાના આંતરડામાં જવામાં મુશ્કેલી પડી રહી હતી.

દર્દીની સ્થિતિને ધ્યાનમાં રાખીને તબીબોની ટીમે સર્જરી કરવાનો નિર્ણય લીધો હતો. સર્જરી દરમિયાન Duodenojejunostomy કરવામાં આવી હતી. આ સર્જરીમાં અવરોધિત માર્ગને બાયપાસ કરવા માટે નાના આંતરડાના Duodenum અને Jejunumને જોડવામાં આવ્યા હતા. સર્જરી લગભગ બે કલાક સુધી ચાલી હતી.

જટિલ સ્થિતિ હોવા છતાં સમયસર નિદાન અને યોગ્ય સારવારના પરિણામે સર્જરી સફળ રહી હતી. સર્જરી બાદ દર્દીની તબિયતમાં ધીમે ધીમે સુધારો થયો અને પેટની તકલીફોમાં પણ નોંધપાત્ર રાહત મળી હતી.

બનાસ સિવિલ હોસ્પિટલના સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. સુનિલભાઈ જોષીના માર્ગદર્શન હેઠળ સર્જરી વિભાગના ડો. કલ્પેશ પટેલ, ડો. રેખા ચૌધરી, ડો. સાર્થક શર્મા , ડો. ઋષિ દક્ષિણી સહિત માનસિક વિભાગના તબીબો તેમજ એનેસ્થેસિયા સ્ટાફના સંકલિત પ્રયાસોથી દર્દીને સફળ સારવાર આપવામાં આવી હતી.

લગભગ 18 દિવસની સારવાર અને સતત દેખરેખ બાદ દર્દી સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. યુવકની તબિયતમાં સુધારો થતાં પરિવારજનોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

વિધાનસભાના અધ્યક્ષ, બનાસ મેડિકલ કોલેજના આદ્યસ્થાપક અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ બનાસ જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે તમામ વિભાગોમાં ઉચ્ચ કક્ષાની અદ્યતન સારવાર આપવામાં આવી રહી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -