દિયોદર: ABPSS ની નવી કારોબારીની વરણી, નારણભાઈ યોગી પ્રમુખ બન્યા
દિયોદર અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ABPSS દિયોદર તાલુકાની બેઠક નવીન સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી.આ બેઠક વાવ-થરાદ જિલ્લા પ્રમુખ શ્રી અરવિંદ ભાઈ હાલાણી ની અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.
બેઠકમાં સર્વાનુમતે નવી કારોબારીની વરણી કરવામાં આવી. જેમાં પ્રમુખ તરીકે નારણભાઈ યોગી, ઉપ પ્રમુખ તરીકે પાંચાજી ઠાકોર, મંત્રી તરીકે સુંડાભાઈ દેસાઈ અને ખજાનચી તરીકે અલ્કેશભાઈ જોશીની નિમણૂક કરવામાં આવી..તો કારોબારી અધ્યક્ષ તરીકે સવજી ચૌધરીની વરણી કરવામાં આવી હતી..

આ બેઠકમાં પત્રકારોના પ્રશ્નો અને સંગઠનને મજબૂત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા થઈ. નવી કારોબારીએ સંકલ્પ કર્યો કે પત્રકારોના પ્રશ્નોને વાચા આપવા માટે પત્રકારો સાથે મળીને કામગીરી કરશે.સાથે સાથે લોકોના પ્રશ્નો તંત્ર સુધી પહોંચે અને તેના યોગ્ય નિરાકરણ માટે પ્રયાસો થાય તે દિશામાં પણ સંગઠન કામ કરશે.
સરકારની વિવિધ યોજનાઓ અને લોકઉપયોગી કામગીરીની માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે પણ નિર્ણય લેવાયો. સરકારી યોજનાઓનો લાભ પાત્ર લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે પત્રકારો દ્વારા જનજાગૃતિ લાવવામાં આવશે.સંગઠનને વધુ મજબૂત બનાવવા અને પત્રકારો વચ્ચે સંકલન વધારવા માટે આગામી દિવસોમાં પ્રવાસનું પણ આયોજન કરવામાં આવશે.
આ બેઠકમાં વાવ થરાદ જિલ્લા મહામંત્રી અનુપજી ઠાકોર લાખણી પ્રભારી હસમુખભાઈ ચૌધરી ભાભર પ્રભારી નટુજી ઠાકોર સહિત દિયોદર ABPSS ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત કારોબારીને ઉપસ્થિત તમામ હોદ્દેદારો અને પત્રકારો દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
- Advertisement -
- Advertisement -