“મારી સાથે ફાલતુગીરી ન કરતા!”: સ્ટોરમાં કપડાં ટ્રાય કરવાના મુદ્દે અભિનેત્રી ઝરીન ખાન પેપરાઝી પર ભડકી
બોલિવૂડ અભિનેત્રી ઝરીન ખાન હાલમાં તેના એક વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.આ વીડિયોમાં તે પેપરાઝી (ફોટોગ્રાફર્સ) પર ગુસ્સે થતી અને તેમને પોતાની મર્યાદામાં રહેવાની ચેતવણી આપતી જોવા મળી રહી છે.
શું છે સમગ્ર મામલો? સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાની દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોમાં ઝરીન ખાન એક સ્ટોરમાં કપડાં જોઈ રહી છે. તે સમયે ત્યાં હાજર એક વ્યક્તિએ તેને પૂછ્યું કે, “શું તમારે આ જોઈએ છે?” જેના જવાબમાં ઝરીન સ્મિત સાથે કહે છે કે, “મારે જે જોઈએ છે તે હું લઈ લઈશ, તમારે ચિંતા કરવાની જરૂર નથી.”. ત્યારબાદ તે વ્યક્તિએ કહ્યું, “ટ્રાય કરો ને”, જે સાંભળીને ઝરીનનો પારો સાતમા આસમાને પહોંચી ગયો હતો.
સૌની સામે લગાવી ક્લાસ ગુસ્સે ભરાયેલી ઝરીને તે વ્યક્તિને જવાબ આપતા કહ્યું, “અહીં? તમારી સામે? મારી સાથે ફાલતુગીરી બિલકુલ ન કરતા, બધા હદમાં રહીને વાત કરજો, ઓકે?”. ઝરીન ખાનની આ પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને યુઝર્સ તેમના આત્મસન્માન (Self-respect) માટે અભિનેત્રીના વખાણ કરી રહ્યા છે.
ઝરીન ખાનનું કરિયર ઝરીન ખાને ૨૦૧૦માં સલમાન ખાન સાથે ‘વીર’ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે ‘હાઉસફુલ ૨’, ‘હેટ સ્ટોરી ૩’, ‘અક્સર ૨’ અને ‘૧૯૨૧’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. ડેબ્યૂ સમયથી જ તેમની સરખામણી કેટરિના કૈફ સાથે કરવામાં આવતી હતી, જેના વિશે ઝરીને એકવાર કહ્યું હતું કે શરૂઆતમાં તેમને આ સરખામણી ગમતી હતી, પરંતુ પાછળથી તેમને સમજાયું કે આ તુલનાની તેમના કરિયર પર નકારાત્મક અસર પડી છે.
- Advertisement -
- Advertisement -