31.5 C
Ahmedabad
Saturday, July 11, 2026

ચોમાસાની બીમારીઓને કહો બાય-બાય: શરદી, ઉધરસ અને ફ્લૂથી બચવા અપનાવો આ 5 ઘરેલું નુસખા


વરસાદની ઋતુ (Rainy Season) લગભગ બધા જ લોકોને ગમતી હોય છે. પરંતુ તે પોતાની સાથે ઘણી બીમારીઓ પણ લઈને આવે છે. વરસાદમાં સહેજ પણ ભીંજાવાથી શરદી-ઉધરસ થવા લાગે છે. ચોમાસામાં સીઝનલ ફ્લૂ, વાયરલ અને અન્ય કેટલાય પ્રકારના ઇન્ફેક્શન પણ થવા લાગે છે.

બદલાતા ગરમ-ઠંડા વાતાવરણમાં તાવ, ઉધરસ, શરદી (Cough, Cold) અને ફ્લૂ જેવી બીમારીઓ સૌથી વધુ થાય છે. વાસ્તવમાં આની પાછળનું એક મોટું કારણ એ છે કે, આ ઋતુમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ (Immunity) ખૂબ ઓછી થઈ જાય છે. જેના કારણે શરીર ઝડપથી બીમારીઓની ઝપેટમાં આવી જાય છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો આ ઋતુમાં સૌથી વધુ બીમાર પડે છે. જોકે, જો ડાયટમાં કેટલીક ખાસ બાબતોની તકેદારી રાખવામાં આવે, તો ઘણી હદ સુધી બીમારીઓથી બચી શકાય છે. આજે અમે તમને સામાન્ય ફ્લૂ અથવા શરદી-ઉધરસથી બચવાના ઘરેલું નુસખા જણાવી રહ્યા છીએ…

વરસાદમાં શરદી-ઉધરસ અને સીઝનલ ફ્લૂથી કેવી રીતે બચવું?

  • નાસ (સ્ટીમ) લો: જો તમે વરસાદમાં ભીંજાઈ ગયા છો અને તમને શરદી-ઉધરસની સમસ્યા થઈ ગઈ છે, તો નાસ જરૂર લો. નાસ લેવાથી બંધ નાક ખુલશે અને શ્વાસનળીનો સોજો પણ ઓછો થશે. તમે ઇચ્છો તો સાદા પાણીથી નાસ લઈ શકો છો અથવા પાણીમાં થોડું ટી ટ્રી ઓઈલ, યુકેલિપ્ટસ ઓઈલ (નીલગિરીનું તેલ), લેમનગ્રાસ ઓઈલ કે લવિંગનું તેલ નાખીને પણ નાસ લઈ શકો છો.

  • લવિંગ અને મધ: શરદી-ઉધરસની સમસ્યા થવા પર લવિંગનું સેવન કરો. તમે ઇચ્છો તો લવિંગને પીસીને મધમાં મિક્સ કરીને દિવસમાં 2-3 વખત ખાઈ શકો છો. આનાથી ઉધરસમાં ઘણો આરામ મળશે.

  • તુલસી-આદુની ચા: વરસાદમાં ભીંજાયા પછી તમારે તરત જ એક કપ તુલસી અને આદુવાળી ગરમ ચા પીવી જોઈએ. આનાથી શરીરમાં ગરમાવો આવે છે અને શરદી-ઉધરસમાં પણ રાહત મળે છે. તમે ઇચ્છો તો ચામાં ખાંડના બદલે ગોળ પણ નાખી શકો છો.

  • હળદરવાળું દૂધ: કોઈપણ બીમારીથી બચવા માટે તમારી ઇમ્યુનિટી મજબૂત હોવી જોઈએ. જો તમે ચોમાસામાં તમારા ડાયટનું ધ્યાન રાખશો તો જલ્દી બીમાર નહીં પડો. આ માટે તમારે ખાવા-પીવામાં થોડા ફેરફાર કરવાની જરૂર છે. સૌથી પહેલા તો રોજ રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ હળદરવાળું દૂધ પીવાની આદત પાડો. હળદરવાળા દૂધની તાસીર ગરમ હોય છે અને તેમાં એન્ટિબાયોટિક તત્વો હોય છે, જે શરદી-ઉધરસને દૂર રાખે છે.

  • ચ્યવનપ્રાશનું સેવન: બદલાતી ઋતુમાં, ખાસ કરીને વરસાદ અને ઠંડીમાં તમારે ચ્યવનપ્રાશ પણ ખાવું જોઈએ. આયુર્વેદમાં ચ્યવનપ્રાશને એક શ્રેષ્ઠ ઔષધિ માનવામાં આવે છે. જે તમને અવનવા ઇન્ફેક્શનથી બચાવે છે. રોજ રાત્રે દૂધ સાથે એક ચમચી ચ્યવનપ્રાશ ખાવાનો આગ્રહ રાખો. આનાથી ઇમ્યુનિટી મજબૂત થશે અને શરદી-ઉધરસની સમસ્યા નહીં થાય.

નોંધ: ઉપર આપવામાં આવેલી માહિતી અને સૂચનો માત્ર સામાન્ય જાણકારી માટે છે. તેને કોઈ ડૉક્ટરની સલાહ તરીકે ન સમજવી. કોઈપણ સવાલ કે સ્વાસ્થ્ય સમસ્યા હોય તો નિષ્ણાત ડૉક્ટરની સલાહ જરૂર લેવી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -