રાજ્યના લાખો ખેડૂતોના આર્થિક હિતને સર્વોપરી રાખીને ગુજરાત સરકાર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને ઉદાર નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ખેડૂત સંગઠનો સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કર્યા બાદ, ખેતરોમાંથી પસાર થતી વીજ લાઇન અને ટાવર ઊભા કરવા બદલ ચૂકવાતા વળતરની નીતિમાં ધરખમ સુધારાઓ જાહેર કરવામાં આવ્યા છે.
📌 મુખ્ય આકર્ષણો અને મોટા ફેરફારો
-
બજાર ભાવના બમણા દરે ચૂકવણી: અત્યાર સુધી ખેડૂતોને જંત્રીના બમણા (૨૦૦%) દરે વળતર મળતું હતું. હવે સરકારે મોટો સુધારો કરીને જંત્રીને બદલે જમીનના પ્રવર્તમાન વાસ્તવિક બજાર ભાવ (Market Rate)ના બમણા દરે વળતર ચૂકવવાનો નિર્ણય કર્યો છે.
-
૧૦૦% વળતર એકસાથે મળશે: અગાઉ વળતરની રકમ ત્રણ તબક્કામાં (ફાઉન્ડેશન વખતે ૪૦%, ઇરેક્શન વખતે ૪૦% અને વાયરિંગ બાદ ૨૦%) ચૂકવાતી હતી. હવે ખેડૂતોને શરૂઆતમાં જ એકસાથે ૧૦૦% રકમ ચૂકવી દેવામાં આવશે.
-
ટાવર બેઝ વિસ્તારની ગણતરીમાં વધારો: ખેડૂતોના ફાયદા માટે ટાવરના પાયા (બેઝ) વિસ્તારની ચારેય બાજુએ વધારાના એક મીટરની ગણતરી ઉમેરવામાં આવી છે.
ઉદાહરણ તરીકે: ૭૬૫ કે.વી. લાઇનમાં અગાઉ જ્યાં ૬૨૫ ચોરસ મીટરનું વળતર મળતું હતું, ત્યાં હવે ૭૨૯ ચોરસ મીટર મુજબ વળતર ચૂકવાશે.
-
ચાલુ કામોને પણ લાભ: જે ખેડૂતોએ જૂના નિયમ મુજબ વળતર મેળવી લીધું છે, પરંતુ વીજ લાઇનનું કામ હજી પ્રગતિમાં (ચાલુ) છે, તેવા તમામ ખેડૂતોને પણ આ નવી અને ઉદાર નીતિનો લાભ મળવાપાત્ર રહેશે.
🤝 ‘માર્કેટ રેટ કમિટી‘ (MRC)ની રચના: ખેડૂતોને મળ્યું સ્થાન
જમીનની વાસ્તવિક બજાર કિંમત સંપૂર્ણપણે તટસ્થ અને પારદર્શક રીતે નક્કી થાય તે માટે રાજ્ય સરકાર ‘માર્કેટ રેટ કમિટી‘ (MRC) ની રચના કરશે.
-
સમિતિનું માળખું: આ કમિટીમાં જિલ્લા કલેક્ટર, ટ્રાન્સમીશન સર્વિસ પ્રોવાઈડરના પ્રતિનિધિ તેમજ જમીનમાલિકોના પ્રતિનિધિઓ સામેલ હશે.
-
ખેડૂતોનું પ્રતિનિધિત્વ: ખેડૂતોને કોઈ અન્યાય ન થાય તે માટે આ સમિતિમાં અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ અને ખેડૂતોના ઓથોરાઇઝ્ડ માર્કેટ વેલ્યુઅરને ખાસ સ્થાન આપવામાં આવ્યું છે.
🗺️ રાઇટ ઓફ વે (RoW) કોરિડોર માટે વળતરનું નવું માળખું
વીજ લાઇનના રાઇટ ઓફ વે કોરિડોર માટે MRC દ્વારા નક્કી કરાયેલા બજાર ભાવના આધારે વિસ્તાર મુજબ નીચે પ્રમાણે વળતર આપવામાં આવશે:
વિસ્તારના પ્રકાર |
વળતરની ટકાવારી (બજાર કિંમતના આધારે) |
ગ્રામ્ય વિસ્તાર |
૩૦% |
નગરપાલિકા વિસ્તાર |
૪૫% |
મહાનગરપાલિકા વિસ્તાર |
૬૦% |

