30.4 C
Ahmedabad
Friday, July 3, 2026

કતાર તરફથી ભેટમાં મળેલા આલીશાન વિમાનમાં ડોનાલ્ડ ટ્રમ્પની પ્રથમ ઉડાન: જણાવ્યું ‘દુનિયાનું સર્વશ્રેષ્ઠ પ્લેન’


અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે એવા બોઇંગ 747-8 વિમાનમાં ઉડાન ભરી. જે તેમને કતારના શાહી પરિવાર તરફથી ભેટમાં મળ્યું છે. જરૂરી ફેરફારો અને વૈભવી સાજ-સજ્જા બાદ આ વિમાનને અમેરિકાના રાષ્ટ્રપતિના સત્તાવાર વિમાન ‘એર ફોર્સ વન’ જેવો લુક આપવામાં આવ્યો છે. ટ્રમ્પે આ વિમાનની મુક્તકંઠે પ્રશંસા કરતા તેને ‘દુનિયાનું અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ વિમાન’ અને ‘ઊડતું વ્હાઇટ હાઉસ’ ગણાવ્યું છે. ઉત્તર ડાકોટાના પ્રવાસેથી પરત ફર્યા બાદ તેઓ જોઈન્ટ બેઝ એન્ડ્રયૂઝ પર ઉતર્યા હતા.

તેમણે પોતાના અનુભવ અંગે જણાવ્યું, “મારું માનવું છે કે આ અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ કોમર્શિયલ વિમાન છે. મેં બોઇંગ કંપનીને પૂછ્યું હતું કે, સૌથી સારું વિમાન કયું છે. ત્યારે તેમણે આ જ વિમાનનું નામ આપ્યું હતું. મને આમાં સફર કરવાનો લહાવો મળ્યો છે.”

💰 કેટલી છે આ આલીશાન વિમાનની કિંમત?

  • રૂપિયા 3,300 કરોડનું મૂલ્ય: આશરે 40 કરોડ અમેરિકી ડોલર (આશરે ₹3,300 કરોડ)ની કિંમતનું આ વિમાન કતારે કોઈ પણ શરત વિના ડોનાલ્ડ ટ્રમ્પને ભેટમાં આપ્યું હતું. જો કે, આ ભેટને લઈને અમેરિકામાં કાનૂની, નૈતિક અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા ઘણા સવાલો પણ ઉભા થયા છે.

  • રાજવી લુક: અમેરિકી ટીવી ચેનલ સીએનએન (CNN) ના અહેવાલ મુજબ, આ વિમાનને સફેદ, લાલ અને નેવી બ્લુ રંગોથી સજાવવામાં આવ્યું છે. તેમાં એવા ઘણા આધુનિક ફેરફારો કરવામાં આવ્યા છે, જેથી તે ટ્રમ્પના અંગત વિમાન જેવું આકર્ષક દેખાય છે.

US “અમેરિકા પાસે આવું વિમાન હોવું જ જોઈએ”

ટ્રમ્પે જુના વિમાન અંગે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, “અમારું હાલનું ‘એર ફોર્સ વન’ લગભગ 35-36 વર્ષ જૂનું થઈ ગયું છે. જ્યારે તેને આવા નવા વિમાનોની બાજુમાં ઊભું રાખવામાં આવે છે. ત્યારે તે આપણા દેશના સ્તરને અનુરૂપ નથી લાગતું. આપણને અને આખા દેશને આ નવા વિમાન પર ગર્વ હોવો જોઈએ, તે ખૂબ જ સુંદર છે.”

તેમણે વધુમાં ઉમેર્યું કે, જો અમેરિકા પોતે આવું વિમાન બનાવવા બેસત, તો તેનો ખર્ચ ખૂબ જ વધારે થાત. આપણા સાથી દેશ કતાર તરફથી મળેલી આ ભેટને કારણે આ વિમાન આપણને ખૂબ જ ઓછા ખર્ચમાં મળી ગયું છે. સાચું કહું તો, અમેરિકા પોતે પણ કદાચ આટલું મોંઘું વિમાન બનાવવા માટે આટલા પૈસા ખર્ચવા તૈયાર ન થાત, પરંતુ કતારે આના પર દિલ ખોલીને ખર્ચ કર્યો છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -