અફઘાનિસ્તાનમાં 5.3 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ; જમ્મુ-કાશ્મીરમાં પણ ધ્રુજી ધરતી
વીતી મોડી રાત્રે અફઘાનિસ્તાનના હિન્દુ કુશ વિસ્તારમાં 5.3 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો છે.આ ભૂકંપની અસર ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં પણ જોવા મળી હતી.. જ્યાં ધરતી ધ્રુજવાને કારણે લોકો ગભરાઈ ગયા હતા અને ઘરની બહાર દોડી આવ્યા હતા.
મોડી રાત્રે 11:27 વાગ્યે ધ્રુજી ધરતી
શરૂઆતી અહેવાલો મુજબ, આ ભૂકંપ બુધવારે મોડી રાત્રે ભારતીય સમયાનુસાર આશરે 11 વાગ્યાને 27 મિનિટે આવ્યો હતો. તે સમયે મોટાભાગના લોકો ઊંઘવાની તૈયારીમાં હતા અથવા સૂઈ ગયા હતા.. ત્યારે જ અચાનક આવેલા આંચકાઓએ લોકોને ચોંકાવી દીધા હતા.
હિન્દુ કુશ મુખ્ય કેન્દ્ર; જમીનથી 185 કિમી ઊંડાણ
વૈજ્ઞાનિક આંકડાઓ અનુસાર, આ ભૂકંપનું મુખ્ય કેન્દ્રબિંદુ (Epicenter) અફઘાનિસ્તાનનો હિન્દુ કુશ વિસ્તાર હતો.
-
ઊંડાણ: રાહતની વાત એ રહી કે ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદર ઘણું ઊંડે, એટલે કે લગભગ 185 કિલોમીટરની ઊંડાઈએ હતું.
-
અસર: સામાન્ય રીતે ભૂકંપનું કેન્દ્ર વધારે ઊંડાઈએ હોવાને કારણે સપાટી પર તબાહીનું જોખમ થોડું ઓછું થઈ જાય છે.
જમ્મુ-કાશ્મીર સુધી અનુભવાયા આંચકા
ભૂકંપનું કેન્દ્ર ભલે અફઘાનિસ્તાનમાં હતું. પરંતુ તેના આંચકા એટલા તીવ્ર હતા કે સેંકડો કિલોમીટર દૂર ભારતના જમ્મુ-કાશ્મીર સુધી તેની અસર વર્તાઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટનામાં કોઈ પણ પ્રકારના જાનમાલના નુકસાનના અહેવાલ હજી સુધી સામે આવ્યા નથી. પરંતુ વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.
- Advertisement -
- Advertisement -