32.2 C
Ahmedabad
Monday, June 29, 2026

T20 વર્લ્ડ કપમાંથી ભારતીય મહિલા ટીમ બહાર, ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે આપી કારમી હાર


ICC વિમેન્સ T20 વર્લ્ડ કપની 30મી મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમને 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો અને આ સાથે જ ટૂર્નામેન્ટમાં તેમની સફરનો પણ અંત આવી ગયો છે. ગ્રુપ-એમાંથી હવે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની ટીમ સેમિફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી છે. ટીમ ઇન્ડિયા સતત બીજી વખત વિમેન્સ T20 વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ છે.

ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 170 રન બનાવ્યા હતા. આ મેચમાં ટીમ ઇન્ડિયા માટે હરમનપ્રીત કૌરે 27 બોલમાં 56 રનની કેપ્ટનશિપ ઇનિંગ રમી હતી.

ઓસ્ટ્રેલિયાની ટીમે આ ટાર્ગેટને 19 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી એશ્લે ગાર્ડનર અને એલિસ પેરીએ અડધી સદી ફટકારીને ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

ભારત વિરૂદ્ધ ઓસ્ટ્રેલિયા મેચ માટે બંને ટીમોની પ્લેઇંગ-XI

ઓસ્ટ્રેલિયા મહિલા ટીમ ભારત મહિલા ટીમ
બેથ મૂની (વિકેટકીપર) સ્મૃતિ મંધાના
જોર્જિયા વોલ, શેફાલી વર્મા
ફોબે લિચફિલ્ડ, યાસ્તિકા ભાટિયા
એલિસ પેરી, હરમનપ્રીત કૌર (કેપ્ટન)
એશ્લે ગાર્ડનર, જેમિમા રોડ્રિગ્સ
જોર્જિયા વેરહેમ, રિચા ઘોષ (વિકેટકીપર)
એનાબેલ સધરલેન્ડ ,દીપ્તિ શર્મા
નિકોલા કેરી, રાધા યાદવ
સોફી મોલિનક્સ, (કેપ્ટન) શ્રી ચરણી
કિમ ગાર્થ ,રેણુકા સિંહ ઠાકુર
લ્યુસી હેમિલ્ટન, ક્રાંતિ ગૌડ

ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાને શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ શાનદાર શરૂઆત અપાવી હતી. પ્રથમ વિકેટ માટે બંનેએ 66 રન જોડ્યા હતા. મંધાના 37 બોલમાં 38 રન બનાવીને રનઆઉટ થઈ હતી. શેફાલી વર્માએ 26 બોલમાં 34 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

ત્યારબાદ ત્રીજી વિકેટ માટે હરમનપ્રીત કૌર અને જેમિમા રોડ્રિગ્સની જોડીએ 45 બોલમાં 64 રનની ભાગીદારી કરીને ટીમને એક સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. હરમનપ્રીતે આ મેચમાં 27 બોલમાં 56 રનની શાનદાર કેપ્ટનશિપ ઇનિંગ રમી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -