31.9 C
Ahmedabad
Wednesday, June 24, 2026

લિહોડા હાઈસ્કૂલ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવશોત્સવની ઉજવણી


શ્રી ગાયત્રી વિદ્યામંદિર , લિહોડા પે સેન્ટર શાળા, અને પનાના મુવાડા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે આજે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન શ્રી ગાયત્રી વિદ્યામંદિર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી સંજયભાઈ પટેલ,સી.આર.સી.મહેશભાઈ મકવાણા, કેળવણી મંડળના પ્રમુખ તેમજ કારોબારી સભ્યો ઉપરાંત લીહોડા તાલુકા પંચાયત સીટના ડેલીકેટ જીતેન્દ્રસિંહ ઝાલા,લીહોડા ગામના સરપંચ શ્રી અંબાલાલ પટેલ, પાનાના મુવાડા ગામના સરપંચશ્રી સંજયસિંહ ઝાલા, ત્રણેય શાળાના સ્ટાફ, વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કર્યા બાદ સરપંચ શ્રી દ્વારા મહેમાનોનું પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આંગણવાડી, બાલવાટિકા, ધોરણ 1 અને ધોરણ 9 ના વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે શૈક્ષણિક કીટ અને પાઠ્યપુસ્તક આપી પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. જ્યારે ધોરણ- 3 થી 10 ના તેજસ્વી વિદ્યાર્થીઓને કેળવણી મંડળના સભ્યો અને દાતાશ્રીઓના હસ્તે ઇનામ આપવામાં આવ્યા હતા.

જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી સંજયભાઈ પટેલે વિધાર્થીઓ અને વાલીઓને બાળલગ્ન નિષેધ, વ્યસન મુક્તિ, તેમજ બાળ સુરક્ષા વિભાગની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી વ્યસન મુક્તિ માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી.

ત્યારબાદ લીહોડા પે સેન્ટર શાળાના આચાર્યશ્રી નીલયભાઈ પટેલે દ્વારા આભાર કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોરણ-10 ની વિધાર્થિનીઓએ કયુ’ હતું. શાળાના પટાંગણમાં મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -