40.4 C
Ahmedabad
Sunday, June 21, 2026

મોદીના નેતૃત્વમાં દેશભરમાં ‘યોગ ઉત્સવ’: કોલકાતામાં પીએમ અને વિજયવાડામાં બાબા રામદેવ સાથે સીએમ નાયડુ જોડાયા


આજે વિશ્વભરમાં 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉત્સાહભેર ઉજવાઈ રહ્યો છે. પીએમ નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના કોલકાતામાં રેડ રોડ પર આયોજિત ભવ્ય સમારોહમાં 35 હજારથી વધુ લોકો સાથે યોગ કરી રહ્યા છે. અંદાજે 45 મિનિટના આ ખાસ સેશનમાં તેઓ પ્રાણાયામ અને મેડિટેશન દ્વારા વિશ્વને ‘નિરોગી જીવન’નો સંદેશ આપશે. પીએમ મોદી દર વર્ષે યોગ દિવસે પ્રજાની વચ્ચે જઈને યોગાભ્યાસ કરે છે.

બીજી તરફ, સરહદો પર દેશની રક્ષા કરતા જવાનો પણ આ ઉત્સવમાં જોડાયા છે. દ્રાસમાં હિમાલયની બરફાચ્છાદિત ચોટીઓથી લઈને બંગાળની ખાડીમાં સબમરીનની અંદર સેનાના જવાનોએ યોગ કર્યા હતા. મુંબઈમાં મુસ્લિમ સમુદાયના લોકોએ પણ આમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. જ્યારે કોલકાતામાં ડ્રોન શો દ્વારા આકાશમાં યોગાસનોની અદભુત ઝાંખી સર્જવામાં આવી હતી.

📌 યોગ દિવસની વર્ષવાર થીમ (2015-2026)

  • 2015: સદ્ભાવના અને શાંતિ માટે યોગ

  • 2016: યુવાનોને કનેક્ટ કરો

  • 2017: સ્વાસ્થ્ય માટે યોગ

  • 2018: શાંતિ માટે યોગ

  • 2019: હૃદય માટે યોગ (યોગા ફોર હાર્ટ)

  • 2020: ઘરે યોગ, પરિવાર સાથે યોગ

  • 2021: કલ્યાણ માટે યોગ

  • 2022: માનવતા માટે યોગ

  • 2023: વસુધૈવ કુટુંબકમ માટે યોગ

  • 2024: સ્વયં અને સમાજ માટે યોગ

  • 2025: એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ

  • 2026: લાંબી અને સ્વસ્થ જિંદગી માટે યોગ

🧘 વિજયવાડામાં બાબા રામદેવ અને સીએમ નાયડુનું યોગાસન

આંધ્રપ્રદેશના વિજયવાડામાં આયોજિત મુખ્ય કાર્યક્રમમાં યોગ ગુરુ સ્વામી રામદેવ સાથે રાજ્યના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ પણ યોગાભ્યાસમાં જોડાયા છે. યોગને વૈશ્વિક સ્તરે ઘર-ઘર સુધી પહોંચાડનારા સ્વામી રામદેવે આ અવસરે સૌને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની અપીલ કરી હતી.

🌧️ વરસાદની આગાહી વચ્ચે કોલકાતામાં 10 લાખ લોકો યોગ કરશે

કોલકાતાના વિવિધ વિસ્તારોમાં થઈને આજે કુલ 10 લાખ જેટલા લોકો યોગ કરે તેવી સંભાવના છે. જોકે, હવામાન વિભાગે આજે સમગ્ર પશ્ચિમ બંગાળમાં ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ આપ્યું છે. આ ઉપરાંત, શહેરમાં 4 અલગ-અલગ જગ્યાએ ‘રન ફોર યોગ’નું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 10 હજારથી વધુ લોકો દોડશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -