31.1 C
Ahmedabad
Tuesday, June 16, 2026

મિથુન ચક્રવર્તીના ઘરે વાગશે ઢોલ: પુત્રી દિશાનીએ હોલીવુડના આ હેન્ડસમ હંક સાથે કરી સગાઈ, લગ્નની ડેટ પણ ફાઈનલ!


બોલિવૂડના ‘ડિસ્કો ડાન્સર’ અને દિગ્ગજ સુપરસ્ટાર મિથુન ચક્રવર્તીના ચાહકો માટે એક શાનદાર અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. મિથુન ચક્રવર્તીની લાડલી પુત્રી દિશાની ચક્રવર્તી ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. દિશાનીએ તેના લોંગ-ટાઇમ અમેરિકન બોયફ્રેન્ડ માઇલ્સ મેન્ટઝારિસ (Miles Mantzaris) સાથે સગાઈ કરી લીધી છે. આ કપલે સોશિયલ મીડિયા પર રોમેન્ટિક તસવીરો શેર કરીને ફેન્સને આ ગુડ ન્યૂઝ આપ્યા છે અને સાથે જ પોતાના ભવ્ય લગ્નની તારીખ પર પણ મહોર મારી દીધી છે.

બીચ પર ઘૂંટણિયે બેસીને કર્યું ડ્રીમી પ્રપોઝલ

દિશાની અને માઇલ્સે ઇન્સ્ટાગ્રામ પર એક જોઈન્ટ પોસ્ટ શેર કરી છે.જે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. તસવીરોમાં જોઈ શકાય છે કે માઇલ્સે સમુદ્ર કિનારે અત્યંત રોમેન્ટિક અંદાજમાં ઘૂંટણિયે બેસીને દિશાનીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. બીજી તસવીરમાં દિશાની હસતા ચહેરે પોતાની કિંમતી ડાયમંડ રિંગ ફ્લોન્ટ કરતી જોવા મળે છે. જ્યારે એક તસવીરમાં આ કપલ એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતું નજરે પડે છે. આ જાહેરાત બાદ બોલિવૂડ સેલેબ્સ અને ફેન્સ તરફથી કપલ પર અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે.

ચાલુ વર્ષના અંતમાં લેશે સાત ફેરા

સગાઈની તસવીરો શેર કરવાની સાથે જ દિશાની અને માઇલ્સે કેપ્શન દ્વારા પોતાના લગ્નની તારીખ જાહેર કરીને ચાહકોની ઉત્સુકતાનો અંત આણ્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું કે, “06.12.2026. આ નિર્ણય અત્યાર સુધીનો સૌથી સરળ નિર્ણય હતો.” આ જાહેરાત મુજબ, આ લવબર્ડ્સ ચાલુ વર્ષે 6 ડિસેમ્બર 2026ના રોજ શાહી અંદાજમાં સાત ફેરા લેશે.

કોણ છે મિથુન ચક્રવર્તીના થનારા જમાઈ માઇલ્સ?

દિશાની જેને પોતાનો હમસફર બનાવવા જઈ રહી છે તે માઇલ્સ મેન્ટઝારિસ મૂળ અમેરિકાના રહેવાસી છે. હોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા માઇલ્સ પ્રોફેશનલ સ્ટેડીકેમ ઓપરેટર (Steadicam Operator) તરીકે કાર્યરત છે. દિશાની અને માઇલ્સ છેલ્લા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને હવે તેમણે પોતાના સંબંધોને ઓફિશિયલ નામ આપી દીધું છે.

દિશાની અને મિથુન ચક્રવર્તીનો ખાસ સંબંધ

અત્રે ઉલ્લેખનીય છે કે, દિશાની ચક્રવર્તી સુપરસ્ટાર મિથુન ચક્રવર્તી અને તેમની પત્ની યોગિતા બાલીની દત્તક લીધેલી (Adopted) પુત્રી છે. મિથુન ચક્રવર્તીએ તેને સગી પુત્રીથી પણ વધુ વહાલ આપીને ખૂબ જ વૈભવથી ઉછેરી છે. પિતાના પગલે ચાલીને દિશાની પણ એક્ટિંગની દુનિયામાં પોતાનું નસીબ અજમાવી રહી છે. તે હાલ અમેરિકામાં રહીને એક્ટિંગનો કોર્સ કરી ચૂકી છે અને કેટલીક શોર્ટ ફિલ્મોમાં પણ પોતાના અભિનયના જલવા વિખેરી ચૂકી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -