મોંઘવારીનો ડામ: કોમર્શિયલ સિલિન્ડર રૂ. 42 અને 5 કિલોવાળો સિલિન્ડર રૂ. 11 મોંઘો થયો, દિલ્હીમાં ભાવ રૂ. 3,113.50 ની ઐતિહાસિક સપાટીએ

ઓઇલ કંપનીઓએ ૧૯ કિલોગ્રામવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડર (Commercial LPG Cylinder) ની કિંમતોમાં મોટો વધારો ઝીંક્યો છે. નવા દરો અનુસાર, દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર ૪૨ રૂપિયા મોંઘો થઈને હવે ૩,૧૧૩.૫૦ રૂપિયાનો થઈ ગયો છે. બીજી તરફ, કોલકાતામાં તેની કિંમત ૫૩.૫૦ રૂપિયા વધીને ૩,૨૫૫.૫૦ રૂપિયા પર પહોંચી ગઈ છે. આ ફેરફાર ૧ જૂનથી અમલી બનશે. જેના કારણે હોટેલ, રેસ્ટોરન્ટ, ઢાબા અને અન્ય વ્યાવસાયિક ગ્રાહકો પર આર્થિક બોજ વધશે. જો કે, રાહતની વાત એ છે કે ઘરેલું વપરાશના સિલિન્ડરોની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
વ્યાવસાયિક વપરાશવાળા ૧૯ કિલોગ્રામના ગેસ સિલિન્ડરના દરોમાં દેશના મહાનગરોમાં અલગ-અલગ વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં જ્યાં પ્રતિ સિલિન્ડર ૪૨ રૂપિયા વધુ ચૂકવવા પડશે, ત્યાં કોલકાતાના વેપારીઓ પર ૫૩.૫૦ રૂપિયાનો વધારાનો નાણાકીય બોજ પડશે. આ વધારા સાથે બંને શહેરોમાં કોમર્શિયલ એલપીજીના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં આ વધારો એવા સમયે થયો છે. જ્યારે વેપારીઓ અને ઉદ્યોગો પહેલાથી જ ઇંધણ અને પરિવહનના વધતા ખર્ચ સામે ઝઝૂમી રહ્યા છે.
નાના સિલિન્ડરના ભાવમાં પણ રૂ. 11 નો વધારો
આ ઉપરાંત, ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ નાના વેપારીઓ અને સામાન્ય નાગરિકો દ્વારા ઉપયોગમાં લેવાતા ૫ કિલોગ્રામના એફટીએલ (FTL) સિલિન્ડરની કિંમતમાં પણ ૧૧ રૂપિયાનો વધારો કર્યો છે. આ વધારા બાદ દિલ્હીમાં આ નાનું સિલિન્ડર હવે ૮૨૧.૫૦ રૂપિયાના નવા દરે મળશે. આ આખા આંચકા વચ્ચે રાહતની માત્ર એક જ વાત એ છે કે ઘરોમાં વપરાતા ૧૪.૨ કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં આ વખતે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
જાન્યુઆરીથી સતત વધી રહ્યા છે ભાવ
તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦ctxની શરૂઆતથી જ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. દિલ્હીમાં જાન્યુઆરી મહિનામાં ૧૯ કિલોના વ્યાવસાયિક સિલિન્ડરની કિંમત ૧,૬૯૧.૫૦ રૂપિયા હતી. ત્યારબાદ ફેબ્રુઆરીમાં ૪૯ રૂપિયા, માર્ચમાં ૧૧૫ રૂપિયા, એપ્રિલમાં ૧૯૫.૫૦ રૂપિયા અને મે મહિનામાં પ્રતિ સિલિન્ડરની કિંમતમાં આંચકાજનક ૯૯૩ રૂપિયાનો તોતિંગ વધારો કરવામાં આવ્યો હતો. છેલ્લા છ મહિનામાં વારંવાર થયેલા ભાવવધારા બાદ હવે દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત ૩,૧૧૩.૫૦ રૂપિયા થઈ ગઈ છે.
- Advertisement -
- Advertisement -