35 C
Ahmedabad
Friday, May 15, 2026

ચીનનો ‘ડ્રેગન’ અંદાજ: ટ્રમ્પ બેઇજિંગ પહોંચ્યા છતાં શી જિનપિંગે સ્વાગત ટાળ્યું, કૂટનીતિક જગતમાં ગરમાવો


બેઇજિંગ: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની બે દિવસીય સત્તાવાર અને અત્યંત મહત્વપૂર્ણ મુલાકાતે ચીન પહોંચી ગયા છે. પરંતુ તેમના આગમન સાથે જ ચીને અપનાવેલી કૂટનીતિ અત્યારે સમગ્ર વિશ્વમાં ભારે ચર્ચાનો વિષય બની છે. સામાન્ય અપેક્ષાઓથી તદ્દન વિપરિત, ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ એરપોર્ટ પર ટ્રમ્પના સ્વાગત માટે વ્યક્તિગત રીતે હાજર રહ્યા નહોતા. ચીનના આ વલણને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો સુપરપાવર અમેરિકા સામે પોતાની તાકાત અને કડક વલણનો પરોક્ષ સંકેત માની રહ્યા છે. ટ્રમ્પનું એરફોર્સ વન વિમાન જ્યારે બેઇજિંગના એરપોર્ટ પર ઉતર્યું ત્યારે પ્રોટોકોલ મુજબ તેમનું ઔપચારિક સ્વાગત ચીનના ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમની સાથે ચીનના વિદેશ મંત્રી મા ઝાઓક્સુ, અમેરિકામાં ચીનના રાજદૂત કુઇ તિયાનકાઇ અને ચીનમાં અમેરિકાના રાજદૂત ડેવિડ પેર્ડ્યુ જેવા ઉચ્ચ અધિકારીઓ જ ઉપસ્થિત રહ્યા હતા.

ચીનનો આ વ્યવહાર કૂટનીતિક દ્રષ્ટિએ ઘણો સૂચક અને વ્યૂહાત્મક માનવામાં આવી રહ્યો છે, કારણ કે ટ્રમ્પ જ્યારે પણ અન્ય દેશો જેવા કે યુએઈ, ઇઝરાયલ કે સાઉદી અરેબિયાની મુલાકાતે જાય છે, ત્યારે ત્યાંના રાષ્ટ્રાધ્યક્ષો પોતે પ્રોટોકોલ તોડીને પણ તેમના સ્વાગત માટે એરપોર્ટ પર દોડી આવતા હોય છે. જોકે ચીને આ વખતે સ્લીવ્ઝઅપ ડિપ્લોમેસી અંતર્ગત વર્ષ 2017ની સરખામણીએ પોતાનું સ્તર સહેજ ઊંચું કર્યું છે, કારણ કે તે સમયે ટ્રમ્પના સ્વાગત માટે માત્ર વિદેશ મંત્રાલયના અધિકારીને મોકલવામાં આવ્યા હતા. જ્યારે આ વખતે ઉપરાષ્ટ્રપતિને મોકલાયા છે, છતાં પણ જિનપિંગની ગેરહાજરીએ બંને દેશો વચ્ચેનું કૂટનીતિક અંતર સ્પષ્ટ કરી દીધું છે. ઐતિહાસિક સંદર્ભ જોઈએ તો, છેલ્લે વર્ષ 2009માં જ્યારે શી જિનપિંગ પોતે ઉપરાષ્ટ્રપતિ હતા. ત્યારે તેઓ તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાનું સ્વાગત કરવા એરપોર્ટ ગયા હતા. પરંતુ રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ તેમણે આ પરંપરાથી અંતર જાળવી રાખ્યું છે.

બંને વૈશ્વિક નેતાઓ વચ્ચેની આ હાઈ-પ્રોફાઈલ બેઠક માત્ર એક ઔપચારિકતા નથી, પરંતુ તેના પર આખી દુનિયાની નજર ટકેલી છે કારણ કે આ મુલાકાત દરમિયાન ઘણા ગંભીર અને નિર્ણાયક મુદ્દાઓ પર મંથન થવાનું છે. આ વાર્તાલાપમાં મુખ્યત્વે બંને દેશો વચ્ચે ચાલતા ટ્રેડ વોર (વ્યાપાર યુદ્ધ) અને ટેક્સના વિવાદો, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે વર્ચસ્વ જમાવવાની લડાઈ તેમજ તાઇવાનના મુદ્દે ચીનનું કડક વલણ અને અમેરિકા દ્વારા ત્યાં થતા શસ્ત્રોના વેચાણ જેવા સંવેદનશીલ વિષયો કેન્દ્રસ્થાને રહેશે. આ ઉપરાંત વૈશ્વિક સપ્લાય ચેઈન અને ખાસ કરીને રેર અર્થ મિનરલ્સ (દુર્લભ ખનીજો) પરના ચીની નિયંત્રણો તેમજ ઇઝરાયલ-હમાસ સંઘર્ષ સહિત મધ્ય પૂર્વની વર્તમાન સ્થિતિ પર પણ ગંભીર ચર્ચા થવાની શક્યતા છે. કારણ કે ટ્રમ્પના આગમન પહેલા જ ઈરાનના વિદેશ મંત્રીએ ચીનની મુલાકાત લીધી હતી. આ તમામ રાજકીય વાટાઘાટો અને ગંભીર ચર્ચાઓની વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનની ભવ્ય વિરાસતને નિહાળવા બેઇજિંગના પ્રસિદ્ધ અને ઐતિહાસિક ‘ટેમ્પલ ઓફ હેવન’ની સાંસ્કૃતિક મુલાકાત પણ લેવાના છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -