ગીર નેશનલ પાર્કમાં રકુલ પ્રીતની સહેલગાહ પર હોબાળો: શું નિયમો નેવે મૂકાયા? વન વિભાગે આપી સ્પષ્ટતા

બોલિવૂડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ હાલમાં તેની આગામી ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો ૨’ ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો વાયરલ થતા મોટો વિવાદ ઊભો થયો હતો. આક્ષેપ હતો કે રકુલે ગીર નેશનલ પાર્કના પ્રતિબંધિત ઝોનમાં નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. જોકે, હવે આ મામલે વન વિભાગના અધિકારીઓએ મૌન તોડ્યું છે.
શું છે સમગ્ર વિવાદ?
રકુલ પ્રીત સિંહ તેની ફિલ્મના કલાકારો આયુષ્માન ખુરાના, સારા અલી ખાન અને વામિકા ગબ્બી સાથે ગીરની મુલાકાતે ગઈ હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં રકુલ ખુલ્લા વિસ્તારમાં ફરતી જોવા મળી હતી. આ જોઈને નેટીઝન્સે સવાલ ઉઠાવ્યા હતા કે, “શું સેલેબ્સ માટે વન વિભાગના નિયમો અલગ છે?” અને “પ્રતિબંધિત ઝોનમાં તેમને નીચે ઉતરવાની મંજૂરી કેવી રીતે મળી?”
વન વિભાગનો ખુલાસો: “નિયમોનું ઉલ્લંઘન થયું નથી”હોબાળો વધતા ગીર નેશનલ પાર્કના અધિકારીઓએ સત્તાવાર નિવેદન જારી કરીને સ્થિતિ સ્પષ્ટ કરી છે:
એન્ટ્રી ગેટની બહારનો વીડિયો:
અધિકારીઓએ જણાવ્યું કે રકુલનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તે નેશનલ પાર્કની અંદરનો નહીં પરંતુ એન્ટ્રી ગેટની બહારનો છે.
ગાડીમાંથી ઉતરવા પર મનાઈ: વન વિભાગે સ્પષ્ટતા કરી કે અભયારણ્ય કે સંરક્ષિત વિસ્તારની અંદર કોઈપણ પ્રવાસીને પોતાની સફારી ગાડીમાંથી નીચે ઉતરવાની મંજૂરી નથી અને રકુલે પણ આવા કોઈ નિયમનો ભંગ કર્યો નથી.
સોશિયલ મીડિયા સ્પષ્ટતા: વિભાગે તેમના સત્તાવાર હેન્ડલ પર પણ જણાવ્યું કે આ શૂટિંગ એન્ટ્રી ગેટની બહારના પબ્લિક એરિયામાં થયું હતું.
‘પતિ પત્ની ઔર વો 2’ વિશે અપડેટ
આ વિવાદ વચ્ચે રકુલની ફિલ્મની રિલીઝ ડેટ પણ ચર્ચામાં છે:
સ્ટાર કાસ્ટ: આયુષ્માન ખુરાના, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને વામિકા ગબ્બી.
શૈલી: રોમેન્ટિક કોમેડી ડ્રામા (૨૦૧૯ની ફિલ્મની સિક્વલ).
નવી રિલીઝ ડેટ:
અગાઉ આ ફિલ્મ માર્ચમાં રિલીઝ થવાની હતી. પરંતુ હવે તે 15 મે, 2026 ના રોજ સિનેમાઘરોમાં દસ્તક આપશે.
- Advertisement -
- Advertisement -